Charotar Sandesh
ઈન્ડિયા

આજે ISRO ફરી રચશે ઈતિહાસ, CARTOSAT-3 લૉન્ચ માટે તૈયાર…

કાર્ટોસેટ-3ની સાથે જ અમેરિકાના 13 નેનો ઉપગ્રહને લૉન્ચ કરવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે..

ચેન્નઈ : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાર્ટોસેટ-3 તૈયાર છે. કાર્ટોસેટ-3 સેટેલાઇટ ભારતીય સેના માટે ખૂબ મદદરૂપ સાબિત થવાનો છે. આ સૈન્ય જાસૂસી ઉપગ્રહને પીએસએલવી-સી47 દ્વારા તેની કક્ષામાં પહોંચાડવામાં આવશે.

લૉન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, કાર્ટોસેટ-3ની સાથે જ અમેરિકાના 13 નેનો ઉપગ્રહને લૉન્ચ કરવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારે 9:28 વાગ્યે કાર્ટોસેટને લૉન્ચ કરવામાં આવશે.

આ કાર્ટોસેટ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે જેને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેકન્ડ લૉન્ચ પૅડથી લૉન્ચ કરવામાં આવશે. ઈસરોએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, પીએસએલવી-સી47 અભિયાનના લૉન્ચ માટે શ્રીહરિકોટામાં આજે સવારે 7:26 વાગ્યે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. 27 નવેમ્બરના રોજ સવારે 9:28 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે.

ડિફેન્સ એક્સપર્ટ્સનો દાવો છે કે, હજુ સુધી આટલી ચોકસાઈ વાળો સૅટેલાઇટ કેમેરા કોઈ દેશે લૉન્ચ નથી કર્યો. અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડિજિટલ ગ્લૉબનો જિયોઆઈ-1 સેટેલાઇઠ 16.14 ઈંચની ઊંચાઈ સુધીની તસવીરો લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક માટે કાર્ટોસેટ સૅટેલાઇટની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત વિભિન્ન પ્રકારના હવામાનમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ છે. પ્રાકૃતિક આપત્તિઓમાં મદદ કરશે.

Related posts

મિશન શક્તિ બાદ આવતા મહિને ભારત પ્રથમ ‘અંતરિક્ષ યુદ્ધાભ્યાસ’ કરશે

Charotar Sandesh

મોંઘવારીનો માર : સબસીડીવાળા રાંધણ ગેસમાં ૬ જ મહિનામાં ૬૨ રૂપિયા વધી ગયા..!

Charotar Sandesh

વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે…

Charotar Sandesh