આણંદ : આણંદથી વડોદરા જતી ત્રણ ટ્રેન ત્રણ મહિના માટે રદ કરવામાં આવી છે. મેમુ સહિતની આ ત્રણ ટ્રેન રદ થવાને કારણે અપ-ડાઉન કરતા લોકોને હાલકી ભોગવવી પડશે.
વડોદરા યાર્ડમાં સેગ્રીગેસન ટ્રાફિક ક્લીયર કરવા માટે આ ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી છે. ત્રણ મહિના માટે વડોદરા, ડાકોર અને અમદાવાદ જતી ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી આજે નહીં દોડે જેથી મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડશે.
વડોદરા યાર્ડમાં સેગ્રીગેસન ટ્રાફિક ક્લીયરનો નિર્ણય રેલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય આમ જનતા માટે થોડો હાલાકી ભરેલો રહેશે પણ રેલ વિભાગનું કહેવું છે કે અમુક નિર્ણય જરુરી હોય છે.
આણંદથી વડોદરા ઘણા વિદ્યાર્થીઓ અને ધંધાદારી વ્યક્તિઓ તેમજ નોકરિયાતો રેલવે દ્વ્રા અપડાઉન કરતા હોય છે કારણ કે રેલખર્ચ રોડખર્ચ કરતા પ્રમાણમાં વાજબી અને સસ્તો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતુ. તંત્ર જો આ ત્રણ ટ્રેનના વિકલ્પમાં બીજી કોઈ વ્યવસ્થા કરે તો અપડાઉન કરનાર મુસાફરો માટે સારુ છે તેવી આશા પણ મુસાફરોએ વ્યક્ત કરી હતી.