Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન હેઠળ ધરણા : સરકારની જન વિરોધી નીતિઓ સામે સુત્રોચ્ચાર કર્યા…

  • આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન કાર્યક્રમ અંતર્ગત રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર અપાયું…

  • ભાજપ સરકારની આડેધડ આર્થિક નીતિઓથી દેશ પાયમાલ : પુર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી

  • માવઠાના પગલે ખેડુતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડુતોને વળતર ચુકવવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે : કાંતિભાઈ સોઢા પરમાર

આણંદ : દેશમાં અને રાજ્યમાં ભાજપ સરકારની અનગઢ આર્થિક નીતિઓને કારણે દેશ પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૪૫ વર્ષથી સૌથી વધુ બેકારીનું પ્રમાણ જોવા મળ્યું છે. મોંઘવારી સહિતના પ્રશ્નો હલ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની જનતા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેમ પુર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ આણંદ ખાતે અમુલ ડેરી પાસે યોજાયેલ જન આંદોલન અંતર્ગત ધરણા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

વધુમાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર વાતોના વડા કરે છે. નોટબંધીને કારણે દેશની જનતા આ‘થક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક વર્ષ સુધી તો લોકોને બેંકમાં નાણાં મેળવવા માટે ધક્કા ખાવા પડતા હતા. તો વળી કેટલાક પરિવારો આ‘થક ભીસમાં મુકાઈ જતાં કંગાલ થઈ ગયા હતા. તેમાંય ઉપરથી જીએસટીનો માર મારતાં વેપાર, ઉદ્યોગ, ધંધા પણ પડી ભાંગ્યા હતા. જેના કારણે દેશમાં દર વર્ષે હજ્જારો યુવકો રોજગારી ગુમાવી રહ્યા છે. નવી રોજગારી ઉભી કરવાની વાત તો બાજુમાં રહી પરંતુ હાલની રોજગારી પણ સરકાર યુવકો પાસેથી છીનવી રહી છે. જેના કારણે દેશ આર્થિક રીતે પાયમલ તરફ ધકેલાઈ રહ્યો છે. મોંઘવારી નાથવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. શાકભાજીના ભાવ સામાન્ય માનવીની પહોંચની બહાર પહોંચી ગયા છે. પરંતુ વચેટીયાઓને રોકવામાં સરકાર કોઈ પ્રયત્ન કરતી નથી. તો વળી આગામી દિવસોમાં બેંકોમાં પણ પૈસા લોકોના સુરક્ષિત નહી રહે તેવી નીતિ સરકાર અપનાવી રહી છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં બેંક તુટી છે. તેમાં સરકારે ખાતેદારોને નાણાં ચુકવવામાં હાથ અદ્ધર કરી લીધા છે અને આવનાર દિવસોમાં બેંકમાં કોઈ ખાતેદારના નાણાં જાય તો તેની સુરક્ષાની જવાબદારી સરકાર લેશે નહી. તેવો કાયદો સરકાર ઘડવા જઈ રહે છે. આમ ભાજપ સરકારની અનગઢ નીતિઓને કારણે દેશ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે પણ ભાજપ સરકારની જનહિત વિરોધી નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વીનુભાઈ સોલંકી, આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, જતીન દવે, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ કપીલાબેન, કોંગ્રેસના વર્ષો જુના નેતા ઈશ્વરીબેન શર્મા સહિત આણંદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલરો, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. તેઓએ ભાજપ સરકારની નીતિઓ સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

  • Jignesh Patel, Anand

Related posts

અડાસ સ્થિત શહીદ સ્મારક ખાતે દર વર્ષે ૧૮ ઓગસ્ટના દિવસે શહીદવીરોના માનમાં શહિદ સ્મૃતિ દિનની ઉજવણી કરવામા આવે છે

Charotar Sandesh

અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં વિક્રમજનક ૯૯.૭૧% મતદાન : ૩૧ ઓગસ્ટે મતગણતરી…

Charotar Sandesh

ACBની સફળ ટ્રેપમાં સરપંચના પતિ રંગેહાથ ઝડપાયો : તલાટી-સભ્યએ આકરણી માટે ર લાખની લાંચ માંગી હતી

Charotar Sandesh