Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : જ્વેલર્સનાં માલિક પાસેથી ૧૫ લાખની મતા ભરેલો થેલો લઇ ગઠિયો ફરાર…

આણંદ : બોરસદ શહેરના બળિયાદેવ મંદિર પાસે આવેલા પટેલ ચકલામાં શ્રી ગણેશ જવેલર્સના સોની સવારે ૧૧-૦૦ વાગ્યાના અરસામાં પોતાની બાઇક પર એક થેલા ૩૫૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા એક લાખ રૂપિયા મળીને કુલ ૧૫ લાખ મતા લઇને દુકાને પહોંચ્યા હતા. ત્યારે તેઓ બાઇક પાર્ક કરી રહ્યાં હતા.તે સમયે એક બુકાનધારી ગઠિયો બાઇક નજીક જઇને તેઓનો ૧૫ લાખની મતા ભરેલો થેલો ઉઠાવીને ભાગ્યો હતો. નજીકમાં બાઇક લઇને ઉભેલા યુવકની બાઇક પર બેસીને બંને ગઠિયા રફુચકર થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આજુબાજુની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી કરતાં એક મોઢાપર બુકાની બાંધેલા,શરીરે જેકેટ અને બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ શખ્સ ચીલઝડપ કરીને ભાગ્યો હોવાનું નજરે પડયું હતું. જેથી પોલીસે તાત્કાલિક નાકાબંધી કરાવીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

આણંદ જિલ્લા આરટીઓની સ્પેશિયલ ડ્રાઈવ : ગેરકાયદે ૬૩ જેટલી સ્કુલવાન રીક્ષાઓ ડીટેઈન કરાઈ…

Charotar Sandesh

વિશ્વ હિંદુ પરિષદ આણંદ જિલ્લાની ટીમે સાંસદ મિતેશભાઈ પટેલની મુલાકાત લીધી

Charotar Sandesh

વડોદરામાં દારૂની પાર્ટી પર પોલીસ ત્રાટકી : મહેફિલ માણતા ૩૫ ઝડપાયા…

Charotar Sandesh