આણંદમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કરવા માટે ઢોર ડબ્બાના વ્યવસ્થાનો અભાવ છે ? આ પ્રશ્ન હાઈકોર્ટમાં જાગૃત નાગરીક દ્વારા અપીલ કરાઈ હતી…
જો કે આ બાબતે હાઈકોર્ટનું તાજેતરમાં જ પાલિકા પ્રમુખને તેડુ આવ્યું છે અને તેઓને તમામ રિપોર્ટ સાથે હાજર રહેવા જણાવ્યું…
આણંદ : આણંદ શહેરમાં રખડતા ઢોરોનો પશુઓનો પ્રશ્ન વર્ષોથી માથાના દુઃખાવારૂપ બની ગયો છે. જે અંગે પાલિકા તંત્ર દ્વારા વર્ષમાં ચાર વાર પશુ પકડવાનું નાટક રચીને પડતું મુકવામાં આવે છે. આણંદમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કરવા માટે ઢોર ડબ્બાના વ્યવસ્થાનો અભાવ છે ? આ પ્રશ્ન હાઈકોર્ટમાં જાગૃત નાગરીક દ્વારા અપીલ કરાઈ હતી પરંતુ પાલિકા તંત્ર દ્વારા બે વર્ષ અગાઉ પ્રશ્નના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ બનાવવાનો પ્રોજેકટ અમલમાં મુકી હતી જે અંગે કાર્યવાહી કરીને સરકારમાં મોકલી આપી હતી પરંતુ એનિમલ હોસ્ટેલ કાગળ પુરતી સાબિત થઈ હતી. જેથી આજે પણ ઢોર ડબ્બાનો પ્રશ્ન ઉભો છે પશુઓ પકડીને મુકવા કયાં તે એક પ્રશ્ન થઈ પડયો છે. જો કે આ બાબતે હાઈકોર્ટનું તાજેતરમાં જ પાલિકા પ્રમુખને તેડુ આવ્યું છે અને તેઓને તમામ રિપોર્ટ સાથે હાજરરહેવા જણાવ્યું છે.
અવાર-નવાર નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે, તો વળી કયારેક પશુઓ રાહદારીઓને પણ અડફેટે લેતા હોવાના બનાવો વધી ગયા છે…
આ શહેરના રાજમાર્ગો ઉપર વકરેલ રખડતા ઢોરોની સમસ્યા અંગે પાલિકાના ઉદાસીન વલણ મામલે પાલિકાને હાઈકોર્ટનું તેડું આવતા પાલિકાના સત્તાધીશો દોડી ગયા હતા. પરંતુ હવે જોવાનું એ છે કે શહેરમાં કાયમી ધોરણે રખડતા પશુઓનો પ્રશ્ન હલ થાય છે કે કેમ? સૌથી મહત્વની બાબત તો એ છે કે અન્ય જિલ્લામાંથી પશુઓના ધાડા લઇને આણંદ પંથકમાં આવતા માલધારીઓ અને રબારીઓને અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમસ્યા ઘેરી બને તેમ છે. હાલ તો આણંદની ચોતરફ ગેરકાયદે બહારથી આવતા માલધારીઅઓ પશુઓ સાથે પડાવ નાંખીને રહે છે. અને દિવસ દરમ્યાન પોતાના પશુઓ છુટા મુકી દે છે. જે આખો દિવસ આણંદ શહેરના માર્ગો ઉપર રખડતા જોવા મળે છે. જેના કારણે માર્ગો ઉપર ઠેર- ઠેર પશુઓ અડીંગો જમાવે છે. જેથી અવાર-નવાર નાના- મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે. તો વળી કયારરેક પશુઓ રાહદારીઓને પણ અડફેટે લેતા હોવાના બનાવો વધી ગયા છે.
ત્યારે આણંદ નગર પાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ કાયમી ધોરણે રખડતા પશુઓનો પ્રશ્ન હલ કરવા માટે પશુઓને રાખવા માટેનો ઢોર ડબ્બો કે એનીમલ હોસ્ટેલ ઉભી કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ ઢોર ડબ્બામાં તમામ સુવિધા પણ ઉભી કરવાની જરૂરીયાત છે. સાથે સાથે રખડતા પશુઓ મુકી દેનાર પશુ માલિકો સામે પણ માત્ર દંડ જ નહીં પણ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરીને સખત સજા કરવામાં આવે તો કાયમી ધોરણે પ્પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.