સતત વરસાદ ચાલુ રહેતાં ટામેટા, ફ્લાવર, ટિંડોડાના પાકને ભારે નુકસાન…
આણંદ-ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 130 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેના પગલે શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે. આણંદના બજારમાં સ્થાનિક તથા બહારથી આવતા શાકભાજીની આવક જરર કરતાં 5 ટન ઘટી ગઇ છે. જેથી તમામ શાકભાજી 40થી લઇ 150 રૂ. કિલો વેચાઇ રહ્યા છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત નાસીક તથા જૂનાગઢ વિસ્તારમાંથી આવતી ડુંગરીની આવક ઘટતા ડુંગરીના ભાવમાં 4 ગણાનો વધારો નોંધાયો છે.