-
સરકારની મા કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી લાભ આપવા મા કાર્ડ મુદ્દે દરદીના ફીંગરપ્રીન્ટ ન લેવા મુદ્દે હોબાળો…!
-
આણંદના હાર્ટ સેન્ટરના ડોક્ટર પિયુષ પટેલે પત્રકાર ઉપર હુમલો કરી કેમેરો તોડવાનો કર્યો પ્રયાસ…!
આણંદ,
આણંદ શહેરમાં ગોયા તળાવ પાસે આવેલ હાર્ટ સેન્ટરના ડૉક્ટર પિયુષ પટેલે મિડીયા કવરેજ કરવા ગયેલ પત્રકાર ઉપર હુમલો કરી તેનો કેમેરો તોડી પાડ્યાનો પ્રયાસ કરી ખુલ્લી દાદાગીરી કરી ગેરવર્તન કરેલ. આ ઘટનાને લઈ આણંદ એસપીને જાણ કરવામાં આવેલ તેમજ આ વિવાદિત ડૉક્ટર સાથે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.
મળેલ માહિતી મુજબ, આણંદના બેઠક મંદિર નજીક આવેલ હાર્ટ સેન્ટરના વિવાદિત ડૉ. પિયુષ પટેલ દ્વારા મ્યાનમારના નટુભાઈ પરમાર નાઓનું હાર્ટનું ઓપરેશન કરી નાણા ખંખેરવાના ખેલ રચવા સામે દર્દી પરીવારજનો દ્વારા સરકારની મા કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી લાભ આપવા મા કાર્ડ મુદ્દે દરદીના ફીંગરપ્રીન્ટ ન લેવા મુદ્દે હોબાળો સર્જાતા આ મામલે મીડીયા કર્મીઓને જાણ થતા તબીબી પીયુષ પટેલનો સંપર્ક સાધવા સમયે તેઓએ તુમાખીનો રોફ જમાવવાના પ્રયાસ કરી મીડીયા કર્મીઓ સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરવાાના પ્રયાસ કરતા મીડીયા કર્મીઓમાં રોષની લાગણી ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે. તબીબીનું વ્યાપારીકરણના ખેલ કરતા આ તબીબને બચાવવાના પ્રયાસ કરનાર સ્થાનિક અન્ય તબીબો પર પણ આંગળા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે. આણંદના પત્રકાર દ્વારા સત્ય બહાર લાવવા મિડીયા કવરેજ કરવા ગયેલ, જે દરમ્યાન હાર્ટ સેન્ટરના ડોક્ટર પિયુસ પટેલે પત્રકાર સાથે ગેરવર્તન કરી તેનો કેમેરો તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ. જે અન્ય પત્રકારો સ્થળ ઉપર આવી જતાં તેઓ સાથે દાદાગીરી કરી હોસ્પિટલમાંથી બહાર કાઢી મુકેલ. આ ઘટનાને લઈ પત્રકારો સહિત શહેરીજનોમાં રોષની લાગણી વર્તવા પામી છે.
વધુમાં મળેલ માહિતી મુજબ, આ વિવાદિત ડોક્ટર પિયુષ પટેલ કે જે અમેરિકા ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો, જેમાં ઈન્સ્યોરન્સના કેસમાં તેની બેદરકારી સામે આવતા તેની ડીગ્રી જપ્ત કરી લેવામાં આવી હતી. જે બાદ તે આણંદમાં સ્થાયી થઈ હાર્ટ સેન્ટર હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલમાં ૩૫ જેટલા દર્દીઓ હાર્ટને લઈ મૃત્યુ પામેલ છે.