વ્યાયામ શાળા મેદાન પર સ્પોર્ટસ સંકુલ સાકાર તથા ખાનગી તબીબો સાથેની સાંઠગાંઠ મજબુત બને : પરંતુ શાસકોનું સ્વપ્ન સાકાર થશે..?
આણંદ,
આણંદ ખાતે સીવીલ હોસ્પીટલ સાકાર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી કમ આરોગ્ય મંત્રી નીતીન પટેલે વ્યાયામશાળા વાળી જગ્યા બાદ હાડગુડ માર્ગ પરના વાલ્મી નજીકના સ્થળ પરનું નીરીક્ષણ કરી હોસ્પીટલ કયાં સાકાર થશે? તે મુદ્દે અવઢવ ભરી સ્થિતિમાં મુકયા છે.
ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ શહેરના ખાનગી તબીબોએ તાજેતરના ચુંટણી જંગ પુર્વે સરકારમાં મુલાકાત કરી સીવીલ હોસ્ીપટલ અન્યત્ર સાકાર કરવાની માંગ કરી હતી. તેમની સાથે કેટલાક શાસકીય નેતાઓ પણ જોડાયા હતા. જેના કારણે ગતરોજના બે સ્થળનું નીરીક્ષણ કરવાના થયેલ આયોજનના પગલે સીવીલ હોસ્પીટલ વાલ્મી નજીક સાકાર થાય તેવી શકયતાઓ પ્રવર્તવા પામી છે. જેના કારણે સ્થાનિક નેતાઓએ એક તીર બે નિશાન તાકયા હોય તેમ આણંદ પાલિકા દ્વારા વ્યાયામશાળા વાળી જગ્યા પર સ્પોર્ટસ કોમ્પલેકસ ઉભુ કરવાની સરકારમાં માંગ કરવામાં આવી છે.
જેના કારણે જો સીવીલ હોસ્પીટલ વાલ્મી નજીક સાકાર થાય તો પાલિકા શાસકોનું એક નિશાન સફળ બનવા સાથે ખાનગી તબીબોના ઈશારે આ બધા ખેલ રચાયા હોય ખાનગી તબીબો સાથેની સાંઠગાંઠ પણ વધુ મજબુત બનવા પામે પરંતુ આ બધા વચ્ચે જો સીવીલહોસ્પીટલ અન્યત્ર સાકાર થાય તો હાથમાં વ્યાયામશાળા વાળી જગ્યા કે જે આરોગ્ય વિભાગ ગાંધી નગરને ત્રણ વર્ષ પૂર્વે… દીધી હોય ફેરબદલી કરી પાલિકા હસ્તક કરવી પડે તેની સાથે જો જે કાર્ય માટે જમીન પરત મેળવી હતી તે જમીન પર હેતુ સિંચન થાય તો ૯૯ વર્ષના લીઝ પર સાર્વજનિક ટ્રસ્ટને ફાળવેલ વ્યાયામશાળા વાળી જગ્યા સાર્વજનિક ટ્રસ્ટને નિયમના આધારે પરત સોંપવી પડે તેવી સ્થિતિ સર્જાય તો સ્થાનિક નેતાઓના એક તીર દો નિશાન પર પાણી ફરી વળે તે ઉપરાંત વ્યાયામશાળા વાળી જગ્યા પર જો અને તો ની સ્થિતિ સર્જાવા પામતા સ્થાનિક શાસકોના સ્વપ્ન રોળાઈ જવાની શકયતા પણ પ્રવર્તવા પામે તેવું જાણકારોએ જણાવ્યું હતું.