Charotar Sandesh
વર્લ્ડ

આતંકવાદ સામેની લડતમાં ભારતને સહકાર આપો : અમેરિકી સાંસદ

ભારતને ઘણાં પ્રાદેશિક અને ભૌતિક રાજકીય જોખમોનો સામનો કરવો પડે છે…

USA : એક અમેરિકન ધારાસભ્ય ફ્રાંસિસ રુનીએ સંસદમાં તેમના સાથીદારોને આતંકવાદ સામેની ભારતની લડતમાં સહકાર આપવા અપીલ કરતાં કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સતત જમ્મુ કશ્મીર સહિત ભારતના અન્ય સ્થળે આતંકવાદ ફેલાવી રહ્યાં છે.

પોતાના સાથીદારોને આતંકવાદ સામેની ભારતની લડતમાં સહકાર આપવા અપીલ કરતાં રુનીએ કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સતત જમ્મુકશ્મીર સહિત ભારતના અન્ય સ્થળે આતંકવાદ ફેલાવી રહ્યાં છે. ભારતને ઘણાં પ્રાદેશિક અને ભૌતિક રાજકીય જોખમોનો સામનો કરવો પડે છે. ઇસ્લામિક આતંકવાદીઓ સમગ્ર જમ્મુકશ્મીર અને ભારતના અન્ય સ્થળોએ સતત આતંકવાદ ફેલાવી રહ્યાં છે. આતંકવાદ સામેની લડતમાં આપણે નવી દિલ્હીમાં સરકારનું સમર્થન કરવું જોઈએ. ”ફ્લોરિડાના સાંસદ રૂનીએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં” ભારત સાથેના સંબંધો પર આપેલા ભાષણમાં કહ્યું હતું કે યુએસમાં ભારતના તેમના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા સાથે તાજેતરમાં એક બેઠક મળી હતી જેમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનું મહત્ત્વ અને ભારત માટેની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, “ચીનનું વર્તન ભારતના પડોશીઓને અસ્થિર કરી રહ્યું છે. પાડોશી દેશોને એવા દેવામાં ઊતારી દે છે કે ભરપાઈ ન થઈ શકે. જેમ કે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પ્રોજેક્ટમાં બન્યું હતું.” રૂનીએ કહ્યું હતું કે ભારત તેના દુશ્મન દેશ, અસ્થિર અને પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી સજ્જ હોવાને કારણે હંમેશા સજાગ રહે છે.

  • Naren Patel

Related posts

કેલિફોર્નિયામાં ગીલરોય ગાલિક ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ : ત્રણના મોત

Charotar Sandesh

નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક વિમાન ક્રેશઃ ત્રણના મોત,૪ ઘાયલ

Charotar Sandesh

‘નમસ્તે-2020’ : અમેરિકાના એટલાન્ટામાં ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ નમસ્તે-2020 ઉજવાયો…

Charotar Sandesh