કાનૂનથી મોટું કોઇ નથી, સખ્ત કાર્યવાહી કરો…
શ્રીનગર : કાશ્મીરમાં છૂપાયેલા આતંકીઓને શોધી-શોધીને બહાર કાઢીને માપવાનો નિર્દેશ જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે આપ્યા છે. તેમણે કહ્યું કે,આતંકીઓ વિરુદ્ધ કોર્ડન અને સર્ચ ઓપરેશનને તેજ કરવા જેથી આતંકીઓને બહાર કાઢી શકાય. જે આતંકી આત્મસમર્પણ કરે છે, તેમનું સ્વાગત છે. જે આગળથી જવાબ આપે છે, તેમનું કામ તમામ કરો. શ્રીનગર પોલીસ કંટ્રોલરૂમમાં ઉચ્ચ સ્તરિય સુરક્ષા સમિક્ષા બેઠક દરમિયાન આ આદેશ આપવામાં આવ્યા.
તેમણે કહ્યું કે, કાનૂનથી મોટું કોઈ નથી. કાનૂન તોડનારા પર સખ્તાઈથી કાર્યવાહી કરો. આતંકીઓ અને તેમની આકાઓની વિરુદ્ધ મળીને કામ કરો. પેલે પાક બેસેલા આકાઓ અને આતંકીઓ વિરુદ્ધ એક સંયુક્ત કાર્યવાહી કરવી પડશે. ઘણી હદ સુધી કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે પરંતુ આપણે આ અભિયાનને શરૂ રાખવાનું છે.
એક સમન્વિત રણનીતિ અપનાવી આ આતંકીઓનો ખાત્મો કરવાનો છે જેથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ બની રહે. કાશ્મીરની આંતરિક સુરક્ષાને લઈને ઘણું મંથન કરવામાં આવ્યું છે. અધિકારીઓને કહ્યું કે, સુરક્ષા માટે દરેક પ્રકારના જરૂરી પગલા ઉઠાવો. બેઠકમાં ઝ્રૈંડ્ઢના છડ્ઢય્ઁ બી. શ્રીનિવાસન, ૈંય્ કાશ્મીર સહિત ઘણાં સિનિયર પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં.