Charotar Sandesh
વર્લ્ડ

આનંદો… અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા H-1B વિઝાધારકો માટે સારા સમાચાર…

હવે સંતાનોના કોલેજ શિક્ષણ માટેની ફી ઘટશે : અન્ય સ્ટુડન્ટ્સ જેટલી જ ફી ભરવાની રહેશે : ઇન્ડિયન અમેરિકન સેનેટર શ્રી વિન ગોપાલ સહીત 3 સેનેટરએ મુકેલા પ્રસ્તાવને ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થીની મંજૂરી…

USA : ઇન્ડિયન અમેરિકન સેનેટર શ્રી વિન ગોપાલ સહીત 3 સેનેટર તથા એસેમ્બલી મેમ્બર શ્રી રાજ મુખરજીએ સેનેટમાં મુકેલા પ્રસ્તાવને ગવર્નર ફીલ મુર્થીએ મંજૂરીની મહોર મારતા હસ્તાક્ષર કરી દીધા છે. આ કાયદો અમલમાં આવ્યા પછી  H-1B વિઝાધારકોના સંતાનોની કોલેજ ફીમાં ઘટાડો થશે હાલમાં ટ્રમ્પ વહીવટી તંત્રમાં ઇમિગ્રેશન કાયદાઓ વધુ કડક બની રહ્યા છે તેવા સંજોગોમાં આ નવો કાયદો ભારતીયો માટે આર્થિક બોજો ઘટાડનારો બની રહેશે.

જે મુજબ હવે તમામ સ્ટુડન્ટ્સ માટે સમાન ફી રહેશે જે માટેના પ્રસ્તાવ ઉપર સહી કરતા ગવર્નર ફીલ મુર્થીએ ગૌરવ તથા આનંદ વ્યક્ત કર્યા હતા તથા જણાવ્યું હતું કે હવે પોસ્ટ સેકન્ડરી શિક્ષણની તકોમાં વધારો થશે. ન્યુયોર્ક સ્થિત ભારતના નાયબ કોન્સ્યુલર જનરલ શ્રી શત્રુઘ્ન સિંહાએ આ પગલાને આવકાર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Nilesh Patel

Related posts

અફઘાનિસ્તાનના કાબુલમાં મહિલા પત્રકારની ગોળી મારી હત્યા

Charotar Sandesh

અમેરિકાની ૨૦૦ કંપનીઓ પર એકસાથે હેકર્સે રેનસમવેર એટેક કરતા ખળભળાટ…

Charotar Sandesh

બ્રાઝિલમાં કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૩૨૫૧ના મોત…

Charotar Sandesh