Charotar Sandesh
સ્પોર્ટ્સ

આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું : ‘વાત કાશ્મીરની નથી માણસાઈની છે’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યાં છે. હવે તેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે અને તે છે ક્રિકેટર શાહિદ આફ્રિદી. શુક્રવારે ઈમરાન ખાને પીઓકેના મુઝફ્ફરાબાદમાં રેલીને સંબોધિત કરીને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં. ઈમરાન ખાનના સૂરમાં સૂર મિલાવતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે વાત કાશ્મીરની નથી માણસાઈની છે.
જ્યારેથી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી છે ત્યારથી પાકિસ્તાન અકળાયું છે. પીએમ મોદીના આ સાહસિક પગલાથી પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. ઈમરાન ખાન દુનિયાભરમાં ઢંઢેરો પીટીને હવે થાકી ગયા હોય તેવું લાગે છે. તેમણે હવે પોતાના જ દેશમાં આવા ઝેરીલા ભાષણો આપવાનું શરૂ કરી દીધુ છે. ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં રેલી યોજી. આ રેલીમાં કાશ્મીરમાં માણસાઈના નામે રોદણા રડ્યાં.
શાહિદ આફ્રિદીએ પણ ઈમરાનના શબ્દોનો જ ઉપયોગ કર્યો અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના વખાણમાં કશું બાકી રાખ્યું નહીં. આફ્રીદીએ લોકોને એકજૂથ થવાની અપીલ કરી. તેણે સવાલ ઉઠાવ્યો કે મુસલમાનોની સાથે જ આમ કેમ થાય છે.

Related posts

શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સ : મનુ અને ઇલાવેનિલે ગોલ્ડ મેડલ જીત્યો…

Charotar Sandesh

પ્રથમ પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે બાંગ્લાદેશ અને ઇન્ડિયા ૨ દિવસ ઇન્દોરમાં જ રોકાશે…

Charotar Sandesh

CWG 2022 : ગોલ્ડ મેડલોનો વરસાદ : બજરંગ બાદ સાક્ષી મલિકે 63 KG કેટેગરીની ફાઈનલમાં ગોલ્ડ જીત્યો

Charotar Sandesh