આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચાની મોસ્ટ અવેઇટેડ કોમેડી ડ્રામા ફિલ્મ ડ્રીમ ગર્લ આખરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. આયુષ્માન ખુરાનાની એક્ટિંગ અને તેની કોમેડીનાં દિલ ખોલીને વખાણ થઇ રહ્યાં છે. એટલું જ નહીં આયુષ્માનનો પૂજા અવતાર પણ લોકો પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મે પહેલાં દિવસે ૧૦.૦૫ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ’ડ્રીમ ગર્લ’ ફિલ્મે સુશાંત સિંઘ રાજપૂતની છીછોરેની ઓપનિંગ કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે. આ ફિલ્મનું બજેટ માત્ર ૩૦ કરોડ રૂપિયા છે. ફિલ્મની પહેલાં દિવસની કમાણીને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મની કમાણીએ જો આજ રફતાર જાળવી રાખી તો ત્રણ દિવસમાં જે તેનાં બજેટની રકમ મેળવી લેશે.
આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચાની ફિલ્મ ’ડ્રીમ ગર્લ’ને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ડ્રીમ ગર્લ પહેલાં આયુષ્માન ખુરાનાની આર્ટિકલ૧૫, બધાઇ હો, અંધાધુન, શુભ મંગલ સાવધાન અને બરેલી કી બરફી અને વિકી ડોનર જેવી ફિલ્મો આવી હતી. વિકી ડોનર ફિલ્મથી જ તેણે ફિલ્મોમાં લિડ એક્ટર તરીકે એન્ટ્રી કરી હતી.