સરકારના ૭ ટકા વૃદ્ધિના અંદાજ કરતા ખાનગી ક્ષેત્રના એનાલિસ્ટો નિષ્ણાતો તથા રિઝર્વ બૅન્ક ઓછો મૂકી રહ્યા છે…
રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે આર્થિક ક્ષેત્રે ધીમી ગતિ ઘણી ચિંતાજનક બાબત છે. ઊર્જા અને એનબીએફસી ક્ષેત્રની મુશ્કેલીને સરકારે ત્વરિત હાથ ધરવાની સાથે રિફોર્મના નવા માળખાની જરૂર છે. ખાનગી રોકાણ વધુ આવે તેવા પગલાં આવશ્યક છે. રાજન રિઝર્વ બૅન્કના ગવર્નરપદે ૨૦૧૩થી ૨૦૧૬ સુધી રહ્યા હતા. દેશમાં જીડીપીની જે રીતે ગણતરી થાય છે તેમાં નવેસરથી ધ્યાન આપવા તેમણે સલાહ આપી છે.
૨૦૧૮-૧૯માં દેશમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડીને ૬.૮ ટકા રહી છે જે ૨૦૧૪-૧૫ બાદ સૌથી ધીમી છે. સરકારના ૭ ટકા વૃદ્ધિના અંદાજ કરતા ખાનગી ક્ષેત્રના એનાલિસ્ટો નિષ્ણાતો તથા રિઝર્વ બૅન્ક ઓછો મૂકી રહ્યા છે. ઑટો સેક્ટર સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હજારો લોકોએ રોજગારી ગુમાવી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર, એફએમસીજી સેક્ટર ઘટાડાનું વલણ દર્શાવે છે. ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના નિવેદનને ટાંકતા રાજને કહ્યું હતું કે ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬-૧૭માં જીડીપી વૃદ્ધિ વધુ પડતી અંદાજી હતી જે ૨.૫ ટકા વધુની ધારણા મૂકી હતી.