મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં સંબંધ સાથે જોડાયેલી નાનામાં નાની વાત લોકો જાણવા આતુર હોય છે. ત્યારે પોતાનાં લગ્ન અંગેની ખબરો પર આ બંન્ને સ્ટાર્સ વાત કરવાનું ટાળે છે. ત્યારે ફેન્સને પણ ઘણું કન્ફ્યુઝન છે. એકવાર દીપિકા પાદુકોણે આ લગ્ન અંગે થોડી હિન્ટ તો આપી હતી પરંતુ આખી વાત તેણે પણ કહી ન હતી.
આ લગ્ન અંગે વિરલ ભાયાણીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે એક જ્યોતિષ આચાર્ય વિનોદકુમારની ભવિષ્યવાણીની વાત કરી છે. આ ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે કે, આલિયા અને રણબીરની કુંડલી પ્રમાણે ૨૦૧૯ ઓક્ટોબરથી લઇને ૨૦૨૦ સુધી બંન્નેનાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે. શુક્ર જે પ્રેમ અને રોમાંસનો ગ્રહ માનવામાં આવે છે તે આ બંન્નેની કુંડલીમાં પોઝિટીવ પોઝીશનમાં છે. જોકે, આલિયા ભટ્ટની કુંડળીમાં એવા પણ સંકેત છે કે જો આ સંબંધમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે. જેના કારણે લગ્ન થોડુ પાછળ પણ જઇ શકે છે.
મળતી ખબરો પ્રમાણે બન્ને જણા હાથમાં લીધેલા તમામ પ્રોજેક્ટસે પૂરા કરવા માગે છે. તેમણે લગ્ન પહેલા એક મહિનાનું વેકેશન લેવાની યોજના કરી છે. આ માટે તેમણે તેમની દરેક અન્ડર પ્રોડકશન ફિલ્મને પણ પૂરી કરવી પડશે, તેમ સૂત્રે જણાવ્યું હતું.