બોલીવૂડ કલાકારો – આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી રહ્યાં છે એવી અફવાઓ જારદાર ફેલાઈ છે, પણ એવી વાતોને આલિયાનાં માતા અને પીઢ અભિનેત્રી સોની રાઝદાને રદિયો આપ્યો છે.
એવા પણ અહેવાલો હતા કે આલિયા અને રણબીરનાં લગ્ન રણવીર સિંહ-દીપિકા પદુકોણની જેમ લેક કોમો ખાતે યોજાશે, પણ રાઝદાને આ બધા અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા છે.
સોની રાઝદાને એક ન્યુઝ એજન્સી સાથે ટેલીફોનીક વાતચીતમાં કે, ‘આ બધી સદંતર પાયાવિહોણી અફવા છે.’
અગાઉ એવા અહેવાલો હતા કે આલિયા અને રણબીર આ વર્ષમાં લગ્ન કરશે. એ વખતે પણ સોની રાઝદાને હતું કે, ‘બંનેનાં પ્રશંસકો એમનાં વિશે કંઈ પણ પૂછી શકે છે, એ તેમનો હક છે. હું આલિયાની માતા છું. હું મારી દીકરીનાં અંગત જીવન વિશે કોઈ પણ પ્રકારની વાત કરવા ઈચ્છતી નથી. હું ઈચ્છું છું કે એ ખુશ રહે. એ કંઈ પણ કરે એને મારાં આશીર્વાદ છે. હું એમ પણ ઈચ્છીશ કે એ તેનું જીવન એની મરજી પ્રમાણે જીવે.’