કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિબેટ માટે પડકાર આપી રહ્યા છે, જેનો પ્રધાનમંત્રી તરફથી કોઇ રિસ્પોન્સ નથી મળી રહ્યો, ત્યારે શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, PM મોદી ઇચ્છે ત્યાં ડિબેટ કરી લેય. 10 મિનિટ મિનિટ માટે જ ભલે. બસ હું અનિલ અંબાણીના ઘરે નહીં જાવ, બાકી તે ઇચ્છે તે જગ્યાએ હું ડિબેટ માટે તૈયાર છું. રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીને રોજગાર, ખેડૂત અને રાફેલ જેવા મુદ્દા પર ઘેર્યા હતા.
રાહુલ ગાંધી ઘણીવાર પોતાની જનસભામાં રાફેલ ડીલને લઇને PM મોદી દ્વારા અનિલ અંબાણીને મદદ પહોંચાડવાનો આરોપ લગાવતા રહે છે. કોંગ્રેસ અધ્યક્ષના જણાવ્યાનુસાર દેશની ગરીબોનો પૈસો PM મોદીએ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, PM મોદીએ તમામ નિયમોને સાઇડ પર મૂકીને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો છે. PM મોદીની તપાસ થવી જોઇએ.
રાહુલે કહ્યું હતું કે, મેં સુપ્રીમ કોર્ટની માફી માગી. ત્યાં કાર્યવાહી ચાલી રહી છે અને મેં તે કાર્યવાહી વિશે કમેન્ટ આપી અને તે મારી જગ્યા નથી. મારાથી ભૂલ થઇ અને મેં માફી માગી લીધી. પરંતુ ચોકીદાર ચોર છે, આ સત્ય છે. એટલા માટે હું ન તો નરેન્દ્ર મોદી અને ન તો BJPને માફી માગી રહ્યો છું.