ક્રિકેટની રમતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરના નામે એમ તો જાણા ઘણાં રેકોર્ડ નોંધાયા છે, પરંતુ મહિલા હજામ નેહા અને જ્યોતિ પાસે પહેલી વાર શેવિંગ કરાવીને સચિન તેંદુલકરે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેંદુલકરે આ પગલું કેટલાક ચાલી રહેલા રિતરિવાજોને તોડવા માટે લીધું હતું. સામાન્ય રીતે આ વ્યવસાયમાં પુરૂષોનું વર્ચસ્વ રહ્યું છે પરંતુ ઉત્તર પ્રદેશના બનવારી તોલા ગામની નેહા અને જ્યોતિઓ પોતાના પિતા બીમાર પડ્યા બાદ પોતે સલૂન શરૂ કરીને પોતાની જવાબદારી સંભાળી હતી.