ભોપાલ લોકસભા સીટ પરથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે હિંદુત્વનો ચહેરો બનેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર છે. ભોપાલ લોકસભા સીટ માટે જેમ-જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ ત્યાં ચૂંટણી જંગમાં ઉતરેલા મુખ્ય ઉમેદવારોના સમર્થનમાં નવા-નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
આવો જ એક દાવો પંચાયતી શ્રીનિરંજની અખાડા મહામંડલેશ્વર શ્રી વૈરાગ્યનંદ ગિરિ મહારાજે સોમવારે ભોપાલમાં કર્યો છે કે, તેઓ દિગ્વિજય સિંહ માટે એક મિર્ચી યજ્ઞ કરવા જઈ રહ્યા છે. જો દિગ્વિજય સિંહ આ ચૂંટણીમાં હારી જશે તો તે એ જ જગ્યા પર જીવતા સમાધિ લઈ લેશે, જ્યાં યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પંચાયતી શ્રીનિરંજની અખાડા મહામંડલેશ્વર શ્રી વૈરાગ્યનંદ ગિરિ મહારાજે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને તેમાં કહ્યું હતું કે, આજે આપણે ત્યાં સનાતન ધર્મને વહેંચવામાં આવી રહ્યો છે, ધર્મની ઉપર ઘણા લોકો રાજકારણ કરવા માગે છે. તો હું કહેવા માગુ છું કે, હિંદુત્વની ઉપર રાજકારણ નહીં થશે, સનાતન ધર્મની ઉપર રાજકારણ નહીં થશે. દિગ્વિજય સિંહ પાસે ભારતના સંતોનો સાથ છે.
દિગ્વિજયની જીતને લઈને વૈરાગ્યનંદે પ્રણ કરતા કહ્યું, 5 તારીખે માં કામાખ્યાનો પ્રચંડ 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ થવા જઈ રહ્યો છે, જેમાં લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવશે અને કોઈ ધસ નહીં આવશે. હું દાવો કરું છું કે, તેને કારણે દિગ્વિજય સિંહની જીત થશે અને જે તેઓ કોઈ કારણોસર હારી જશે તો હું મહામંડલેશ્વર ત્યાં, એ જ જગ્યા પર જીવતા સમાધિ લઈ લઈશ, આ મારું પ્રણ છે.