Charotar Sandesh
ગુજરાત રાજકારણ

આ સરવે ઉડાડી શકે છે ભાજપની ઊંઘ, ગુજરાતના મતદારોમાં આવેલો ફેરાફર ભાજપ માટે ખતરાની ઘંટી

લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ વખતે પણ સમગ્ર દેશની નજર પીએમ મોદીના હોમ ટાઈન સ્ટેટ ગુજરાત પર મંડાયેલી રહેશે. 2014માં ભાજપે ગુજરાતની છવ્વીસે-છવ્વીસ સીટ પર જીત હાંસલ કરી હતી અને ભાજપને 60 ટકા વોટ મળ્યા હતા. પરંતુ આ વખતે સ્થિતિમાં બદલાવ આવ્યો છે. મોદી સરકાર ભલે તમામ દાવા કરે પણ પીએમ મોદીના હોમ ટાઉનમા મતદારો સરકારની કામગીરીથી ખુશ જણાઈ રહ્યા નથી.મતદારોનો મિજાજ જોઈને ભાજપને નુકશાન થવાની શક્યતા જોવા મળી રહી છે. રાજકીય ગતિવિધિઓ પર સમીક્ષા કરી સરવે કરતા એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ(ADR)ના સરવેમાં ગુજરાતના મતદારોની માનસિકતાનો ક્યાસ કાઢવામાં આવ્યો છે. મોદી સરકારની કામગીરીને જે ભાજપ માટે સીધી રીતે ખતરાની ઘંટી સમાન છે.ADRના સરવે અનુસાર ગુજરાતમાં 42.68 ટકા મતદારોની પ્રથમ પ્રાથમિકતા રોજગાર છે. પરંતુ આ દિશામાં સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલા અપૂરતા ગણવવામાં આવ્યા છે. પાંચમાંથી માત્ર 2.33ની રેટીંગ આપવામાં આવી છે. જ્યારે 37.12 ટકા મતદારોની પ્રાથમિકતા પીવાનું પાણી છે અને આ મુદ્દે મોદી સરકારને 2.60 રેટીંગ આપવામાં આવ્યું છે. આવી જ રીતે 30.23 ટકા મતદારો માટે હોસ્પિટલ અને આરોગ્ય પ્રાથમિકતા છે. આ સુવિધા અંગે પણ મોદી સરકારને સરેરાશ કરતાં પણ ઓછું રેટીંગ એટલે 2.62 ટકા આપવામાં આવ્યું છે.

Related posts

ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, છતાં હોસ્પિટલમાંથી નથી મળી રજા…

Charotar Sandesh

આજે CMની શપથવિધિ બાદ સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થશે : જાણો મંત્રીપદ માટે કોને આવ્યા ફોન ?

Charotar Sandesh

અમિત ચાવડાએ લખ્યો અંબાણીને પત્ર : મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઓક્સિજન આપો…

Charotar Sandesh