Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ બન્યા ’વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી’

લંડન : ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સને પીસીએના પુરસ્કારોમાં ’વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડની ૫૦ ઓવર વર્લ્ડ કપ ટાઈટલ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી જેમાં તે જુલાઈમાં ન્યુઝીલેન્ડ સામે નાટકીય ફાઈનલમાં ’મેન ઓફ ધ મેચ’ રહ્યા હતા. ૨૮ વર્ષના ખેલાડીએ ફરીથી ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી એશીઝ ટેસ્ટમાં ૧૩૫ રનની અણનમ ઇનિંગથી પોતાની ટીમને જીત અપાવી હતી.
ડરહમના બેન સ્ટ્રોક્સે બુધવારે સિમોન હાર્મર, રેયાન હિગિન્સ અને ડોમ સિબલેને પછાડી સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. બેન સ્ટોક્સે જણાવ્યું છે કે, આ શબ્દોમાં જણાવવું ઘણું મુશ્કેલ છે. હું ખુશ છુ કે, ખેલાડી વિચારે છે કે, હું વર્ષના પ્રદર્શનના આધારે પીસીએના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતવા લાયક છુ.
સમરસેટના ટોમ બેટનને પીસીએના વર્ષના સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી જ્યારે ઇંગ્લેન્ડની બોલર સોફી એક્સેલસ્ટોનને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીને પસંદ કરી છે. અન્ય વિજેતાઓમાં ક્રીસ વોક્સને વર્ષના સર્વશ્રેષ્ઠ વનડે ખેલાડી અને સ્ટુઅર્ટ બ્રોડને વર્ષના સર્વશ્રેષ્ઠના ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Related posts

આઇપીએલ ૨૦૨૧ની બાકી મેચોનું ભારતમાં આયોજન અશક્ય : સૌરવ ગાંગુલી

Charotar Sandesh

લગ્ન પહેલા દરેક પુરુષ સિંહ હોય, હવે પત્નીની દરેક વાતનો જવાબ ’હા’માં આપું છું : ધોની

Charotar Sandesh

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારતે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું…

Charotar Sandesh