નગરને સ્માર્ટ સીટી બનાવવાનો હેતુ…
USA : ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી મહિલા સુશ્રી અપર્ણા મેદિરેડ્ડીએ સાન રેમોન કેલિફોર્નિયા મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ પદ માટે ઉમેદવારી નોંધાવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ છે. જો કે આ અગાઉ તેઓ સાન રેમન સીટી કાઉન્સિલર પદ માટે પરાજિત થઇ ચુક્યા છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમજ હાલમાં ઓપન સ્પેસ એડવાઈઝરી કમિટી ચેર તરીકે સેવાઓ આપી રહ્યા છે.તથા આગામી વસતિ ગણતરીમાં ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોનો સમાવેશ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરાંત તેઓ ટ્રી વેલી મેન્ટલ હેલ્થ એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર છે. તથા સ્થાનિક ડેમોક્રેટિક પાર્ટીમાં સક્રિયપણે સેવાઓ આપી રહ્યા છે. તેઓ નગરને સ્માર્ટ સીટી બનાવવાની નેમ ધરાવે છે.
- Nilesh Patel