ઇન્ડોનેશિયામાં એક ચોંકાવનારી પરંતુ રમૂજી ઘટના બની છે, સુમાત્રા દ્રીપ પર સ્થત એક જેલમાંથી એકસાથે ૧૦૦થી વધારે કેદીઓ ફરાર થઇ ગયા છે. પોલીસની આપેલ માહિતી મુજબ જેલમાં પહેલા મોટા પાયે ઝઘડો થયો અને પછી કેદીઓએ જેલમાં આગ લગાવી દીધી હતી.
તક ઝડપતા ૧૦૦થી વધારે કેદીઓ જેલમાંથી ફરાર થઇ ગયા હતા. આ જેલ સુમાત્રામાં સ્થત છે. એક સ્થાનીક ટીવી પર દેખાડવામાં આવતી ફૂટેજમાં સ્ફષ્ટ જાઇ શકાય છે કે, જેલમાં ભિષણ આગ લાગી હતી. નોંધનીય બાબત છે કે, ઇન્ડોનેશિયામાં જેલોની સ્થતિ ખરાબ છે અને અહી જેલમાંથી કેદીઓ ભાગી જવાની ઘટના સામાન્ય બાબત માનવામાં આવે છે.
પોલીસે દાવો કર્યો છે કે, જેલમાંથી ફરાર થયાના થોડા જ સમયમાં પોલીસે ૧૧૫થી વધારે કેદીઓને પકડી લીધા હતા. પોલીસ ચીફ મુજબ જેલમાં ૬૫૦થી વધારે કેદીઓ હતા અને હાલમાં પણ કેટલાક કેદીઓ ફરાર છે.
પોલીસ મુજબ જેલમાં દંગો ત્યારે થયો જ્યારે કર્મચારીઓ દ્વારા કેટલાક કેદીઓને નશો કરતા ઝડપવામાં આવ્યા, જે પછી તેમણે વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન કેદીઓએ પોલીસ કર્મચારીની ગોળી મારી હત્યા કરી નાંખી હતી.