તેલંગાણા રાષ્ટÙ સમિતિના નેતા એન વેંકટેશની શનિવારે સ્ટ્રોંગ રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરવા મામલે અને ઇવીએમ મશીન સાથે તસવીર ખેંચવાના આરોપસર મલકજગિરિમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
સર્કલ ઇન્સપેક્ટર નરેન્દ્ર ગૌડે પોલીસને જણાવ્યું હતું કે, તેલંગાણા રાષ્ટÙ સમિતિના રાજકીય એજન્ટ તરીકે ભાગ લઇ રહ્યા હતા. સ્ટ્રોંગ રૂમને સીલ કરતા પહેલા વેંકટેશે રૂમમાં ઘૂસીને ગેરકાયદે તસવીર Âક્લક કરી લીધી હતી.
સ્ટ્રોંગ રૂમમાં તસવીર ખેંચવાની સખત મનાઇ હોય છે તેમ છતાં ટીઆરએસના નેતાએ પોતાની તસવીર Âક્લક કરી હતી. જેને પગલે પોલીસે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી ધરપકડ કરી હતી.