Charotar Sandesh
વર્લ્ડ સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, ફોટા પર ‘ચીટ્‌સ’ લખ્યું

ઈંગલેન્ડના ફેન્સ ક્લબ બાર્મી-આર્મીએ વર્લ્ડ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ તેમના ઓફિશીયલ ટ્‌વીટર હેન્ડલથી એક તસવીર શેર કરી છે. જેમાં વોર્નરના ટી-શર્ટ પર ચીટ્‌સ(ગદ્દાર) લખેલું છે. ટી-શર્ટના જે હિસ્સા પર ચીટ્‌સ લખ્યું છે તેના પર પહેલા ઓસ્ટ્રેલિયા લખેલું હતું. બાર્મી-આર્મીએ વોર્નર સાખે નાથન લિયોન અને મિશેલ સ્ટાર્કની તસવીર પણ મુકી હતી. આ ફોટામાં બન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ ટોઈલેટ પેપર છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપમાં ૨૫જૂનના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. વર્લ્ડ કપ ૩૦મેથી ૧૪ જૂલાઈ સુધી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં જ એશીઝ સિરીઝ પણ રમાશે.
બાર્મી- આર્મીના આ ટ્‌વીટ પર ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ જસ્ટન લેંગરે જવાબ આપ્યો છે. તેમણે  કે, અમારી ટીમ વર્લ્ડ કપમાં આ પ્રકારના સ્વાગતથી હેરાન નહીં થાય. અમે આ સ્વાગત માટે તૈયાર છીએ. વર્લ્ડ કપમાં આવો વિવાદ થયો છે, પરંતુ હવે એશીઝ સિરીઝમાં આ પ્રકારની વાત વધુ થશે.

Related posts

રોહિત શર્માની પત્ની રિતિકા પતિના સ્પોટ્‌ર્સ ટૂરને કરે છે મેનેજ…

Charotar Sandesh

અમેરિકા ચૂંટણીમાં ભારતીય અમેરિકન મતો નિર્ણાયક સાબિત થશે…

Charotar Sandesh

અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ બે કરોડ વૅક્સિન આપશે…

Charotar Sandesh