Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, ક્રિકેટમાં પાંચ લાખ રન બનાવનાર પ્રથમ દેશ બન્યો…

લંડન : ઇંગ્લેન્ડ ક્રિકેટમાં પાંચ લાખ રન બનાવનાર પ્રથમ દેશ બની ગયો છે. તેમણે આ ઉપલબ્ધિ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ચોથી અને નિર્ણયાક ટેસ્ટ મેચમાં હાંસલ કરી છે. શુક્રવારે (૨૪ જાન્યુઆરી)એ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કવર તરફ સિંગલ રન લઇને ઇંગ્લેન્ડની ટીમના પાંચ લાખ રન પૂર્ણ કર્યા. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ ઉપલબ્ધિ ૧૦૨૨ ટેસ્ટ મેચોમાં હાંસલ કરી છે.
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા ૫૪૦ ટેસ્ટમાં ૨,૭૩,૫૧૮ રન બનાવીને બીજા સ્થાન પર છે. તેના પછી વેસ્ટઇન્ડીઝનો નંબર આવે છે, જેણે ૫૪૫ ટેસ્ટમાં ૨૭૦૪૪૧ રન બનાવ્યા છે. વિદેશી જમીન પર ૫૦૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ પણ ઇંગ્લેન્ડ જ છે.
ઓસ્ટ્રેલિયાએ વિદેશી જમીન પર ૪૦૪ ટેસ્ટ મેચ રમી છે, જ્યારે ભારતે વિદેશમાં ૨૬૮ ટેસ્ટ મેચ રમી છે. જેમાથી ભારતે ૫૪ જીતી છે અને ૧૧૩ હારી છે. જેમા ૧૦૪ મેચ ડ્રો રહી છે. તમને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ધ વંડર્સ સ્ટેડિયમમાં રમાઇ રહેલ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ૪ વિકેટના નુક્સાન પર ૧૯૨ રન બનાવ્યા. ખરાબ અજવાળાના કારણે મેચ નક્કી સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી અને માત્ર ૫૪.૨ ઓવરોની જ મેચ રમાઇ શકી.
ટોસ જીતીને ઇંગ્લેન્ડે ખુબ જ સારી શરૂઆત કરી. જૈક ક્રોલ અને ડૉમ સિબ્લેની સલામી જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૦૭ રન બનાવ્યા. આ સ્કોર પર જ સિબ્લેને બેયૂરાન હૈડ્રિક્સે પેવેલિયન ભેગો કરી દીધો. ૧૧૬ના કુલ સ્કોર પર ક્રોલે પણ આઉટ થઇ ગયો. તેમણે ૧૧૨ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૬૬ રનની ઇનિંગ રમી.

Related posts

રોહિત શર્મા વન-ડે ક્રિકેટર ઓફ ધ યર : આઇસીસી

Charotar Sandesh

કેપ્ટન વિરાટ કોહલીને કદાચ ફરી આ રેકોર્ડ તોડવાનો મોકો નહીં મળે

Charotar Sandesh

ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ બનાવ્યો રેકોર્ડ, ઈન્ટરનેશનલ ૭૪ ગોલ સાથે બીજા સ્થાન પર…

Charotar Sandesh