અમદાવાદ : ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી ઘાયલ થતાં લોકોની સારવાર માટે ૧૦૮ ઈમરજન્સી સર્વિસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં ૪૦થી ૫૦ ટકા અને સમગ્ર ગુજરાતમાં ૩૫થી ૪૦ ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે ૧૪મી જાન્યુઆરીએ ૧૭ ટકા અને ૧૫મી જાન્યુઆરીએ ૧૦૮ની કામગીરીમાં ૧૩ ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે ૧૪મી જાન્યુઆરીએ ૩૦ ટકા અને ૧૫મી જાન્યુઆરીએ ૨૬ ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શક્યતા છે.
આ દિવસોમાં સવારે ૦૮ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધી ૧૦૮ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ૧૦૮ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે. સામાન્ય દિવસોમાં રોજના દાઝી જવાના ૦૮ કેસ હોય છે. ૧૪ જાન્યુઆરીએ દાઝી જવાના કોલ ૩૨ થઇ શકે તો ૧૫ જાન્યુઆરીએ દાઝી જવાના કોલ ૨૯ થઇ શકે છે. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના ૨૭૬ કેસ હોય છે. ૧૪મી જાન્યુઆરીએ વાહન અકસ્માતના કોલ ૭૨૫ આંકડો પાર કરી શકે છે. તો ૧૫મી જાન્યુઆરીએ વાહન અકસ્માતના કોલ ૪૬૮નો આંક પાર કરી શકે છે.
સામાન્ય દિવસોમાં અન્ય પ્રકારના અકસ્માતના ૧૪૭ કેસ હોય છે. ૧૪મી જાન્યુઆરીએ અન્ય પ્રકારના અકસ્માતના કોલ વધીને ૩૮૦ થઈ શકે છે. ૧૫મી જાન્યુઆરીએ અન્ય પ્રકારના અકસ્માતના કોલ ૩૨૧ શકે છે.