Charotar Sandesh
ચરોતર

ઉમરેઠમાં 30વર્ષનો રેકોર્ડ તૂટ્યો : ગૌરીવ્રતમાં પહેલીવાર રેલવે ટ્રેક પર ફરવા ઉપર પ્રતિબંધને મળી સફળતા…

  • ઉમરેઠમાં 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 
  • ગૌરીવ્રતમાં પહેલીવાર રેલવે ટ્રેક ઉપર ફરવા ઉપર પ્રતિબંધનો કડકાઈથી કરાયો અમલ 
  •  રેલ્વે પોલીસના અધિકારીઓ અને જવાનો ખડે પગે ઉભા રહી ફરજ બજાવી…

ગૌરીવ્રત એટલે કે જયા પાર્વતી વ્રત શરુ થાય એટલે ઉમરેઠ રેલવે સ્ટેશન તેમજ રેલવે ટ્રેક ઉપર જીવ ના જોખમે પણ કુંવારિકાઓને લઇ ફરવા જવાનો છેલ્લા ત્રીસેક વર્ષ થી જાણે ”રિવાજ” થઇ પડ્યો હતો,પરંતુ પંજાબમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય,તેવા સુરક્ષા હેતુથી રેલવે  વિભાગે કઠોર નિર્ણય લેતા આજે ઉમરેઠ રેલવે સુુુુમસામ લાગતુ હતુ. પોલીસે રેેેલવે પ્્લેટફોમ, રેલવે ટ્રેક તેમજ ગ્લાસલાઇન તરફથી પ્રવેશ માર્ગો સીલ કરી દેતા આજે એક પણ વ્યક્તિ રેલ્વેની હદમાં પ્રવેશી શક્યો નહતો, જેના કારણે ગૌરીવ્રતના તહેવારના દિવસોમાં કીડીયારાની જેમ ઉભરતા રેલ્વે ટ્રેક આજે બિલકુલ ખાલી લાગતા ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો, આ માટે સ્થાનિક પોલીસના સહયોગ સાથે  RPF ના 22 જવાનો તેમાં 18 પુરુષ તેમજ 4 મહિલા પોલીસ તેમજ 2 સીટી પોલીસ તેમજ 9 હોમગાર્ડ જવાનો સતત ખડે પગે ફરજ બજાવી રહયા હતા.

  • લોકોની સુરક્ષા માટે રેલ વિભાગે નિર્ણય લીધો છે, IPF એચ.પી.યાદવ…
– ગૌરીવ્રત ના તહેવારમાં ઉમરેઠની રેલવે હદમાં ફરવા ઉપર પાબંદી લગાવવાના નિર્ણય અંગે IPF એચ.પી.યાદવે જણાવ્યું હતું કે રેલવે ના કાયદા મુજબ પ્લેટફોર્મ ટિકિટ વગર રેલવે પ્લેટફોર્મ ઉપર પણ જઈ  ના શકાય એ નિયમ છે જ, પંજાબમાં બનેલી ઘટના તેમજ ગત માસ દરમ્યાન આણંદ જિલ્લામાં રેલ દુર્ઘટનાથી 45 લોકોએ જીવ ખોયા છે, સેલ્ફી લેવાના ચક્કરમાં તેમજ હેન્ડ્સ ફ્રી કાને લગાવી રેલવે ટ્રેક ઉપર ચાલતા યુવાન-યુવતીઓને રેલગાડીના હોર્ન પણ સાંભળતા નથી, અને દુર્ઘટના સર્જાય છે તેથી લોકોની સુરક્ષા માટેજ નિર્ણય લેવાયો છે…
 લેખન –  નિમેષ પીલુન

 

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાયું…

Charotar Sandesh

ખંભાતના ધુવારણ તાબે વલ્લભપુરાના ૩૫ વર્ષીય યુવાનની હત્યા કે કુદરતી મોત..!?

Charotar Sandesh

આણંદમાં પે ટીમમાં પાંચ હજારનું રીટર્ન શખ્સને ૬૩ હજારમાં પડ્યું…

Charotar Sandesh