Charotar Sandesh
ચરોતર

પોતાનાઓ દ્વારા રઝળતી કરી દેવાયેલ ગરીબ વૃદ્ધાનો સહારો બનતા પીએસઆઈ રણજીતસિંહ..!

પ્રજાની નજરમાંથી દિનપ્રતિદિન ઉતરી રહેલી પોલીસમાં પણ ક્યારેક આવા માનવતાવાદી દિવડા ઝળહળે છે…

ઉમરેઠ,

ઉમરેઠ પોલીસ મથકે સોમવાર તા. ૨૪-૬ ના રોજ સુરેલીના સરપંચનો ફોન આવે છે. ફોનનો રણકતો અવાજ પોકારી પોકારીને પીએસઆઈની માનવતાને ઢંઢોળતા કહે કે પાસેના ભોઈપુરા ગામમાં એક જર્જરિત દેહ ધરાવતી વૃદ્ધાને કોઈ છોડી ગયું છે. લાગે છે કે ૯ માસ પોતાનો ભાર પ્રેમથી વેંઢાડનાર વૃદ્ધા છોડી જનાર નપાવટ પુત્રને-પુત્રોને ભાર સમાન લાગી હોય અને તેથી માનવતાની તમામ હદોને વટાવી આ ગામની સીમમાં ફેંકી ગયા હોય ફોન સાંભળ્યો ન સાંભળ્યો અને આપણા માણસ તરીકે પોતાની ફરજ છે સમજી તત્કાળ ભોઈપુરા પહોંચી ગયા અને લાગણી સભરતાથી સદર વૃદ્ધાનો કબજો લઈ સંભાળપૂર્વક પોલીસવાનમાં બેસાડી પોલીસ મથક પીએસઆઈ લઈ આવ્યા, પ્રથમ દૃષ્ટિએ પુછપરછમાં કઈ જર્જરિત કરચલીવાળા ધ્રુજતા દેહ અને સતત વહેતી વૃદ્ધાની આંખો તરફથી કોઈ સફળતા ન મળી. પોતાના અમાનુષી વર્તન અને સતત પૈસા શોધતી નજર ધરાવતી પોલીસ આવા માનવતાવાદી કામોને નાનમ સમજે છે. ત્યારે પ્રજાની નજરમાંથી દિનપ્રતિદિન ઉતરી રહેલી પોલીસમાં પણ ક્યારેક આવા માનવતાવાદી દિવડા ઝળહળે છે.

પ્રજાના સાચા મિત્ર તરીકે સાબિત કરનાર રણજીતસિંહ ખાંટ પીએસઆઈ ની માનવતાને ‘રક્ત સંગ’ સેલ્યુટ કરે છે…

તે જોઈ માનવતાવાદી પીએસઆઈ રણજીતસિંહના આ ઉમદા કાર્યને બિરદાવતી પોલીસ મથક ભેગા થયેલ માનવટોળાની આંખો ભીની થઈ. સતત રડતી કકળતી નિરાધાર વૃદ્ધાની પ્રાથમિક સારવાર અને આશ્વાસન પછી નગરની હોસ્પીટલમાં દાખલ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી અને પીએસઆઈ રણજીતસિંહ સ્વખર્ચે વૃદ્ધાની દેખરેખ માટે એક મહિલાને દવાખાને મુકી અને વૃદ્ધાને જીવિત માની કોઈકને પોતાના ઉપર ગુજારવામાં આવેલ અસામાજીકતાની માહિતી ન આપી દે સંભવની સાથે સંભવિત અસામાજીક તત્ત્વોથી રક્ષણ કરવા અને દેખરેખ રાખવા બે મહિલા હોમગાર્ડની પણ નિમણૂક કરી પોલીસ સ્ટેશનને જઈ નિરાધાર હાલતમાં ‘મા’ ને છોડી જનાર નરાધમ પુત્રોની અને તે અંગેના કારણોની તપાસ આરંભી દીધી. ફરી એકવાર પોતાની જાતને પ્રજાના સાચા મિત્ર તરીકે સાબિત કરનાર રણજીતસિંહ ખાંટ પીએસઆઈ ની માનવતાને ‘રક્ત સંગ’ સેલ્યુટ કરે છે.

Related posts

આણંદ : મંદિરે દર્શન કરવા આવતી મહિલાઓને હીપ્નોટાઈઝ કરી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો…

Charotar Sandesh

ઉમરેઠની જ્યુબિલી બોયઝ શાખાને 12 વર્ષ પછી કાયમી આચાર્ય મળ્યા…

Charotar Sandesh

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh