Charotar Sandesh
ઈન્ડિયા ઉત્તર ગુજરાત ગુજરાત

ઉમરેઠ મામલતદાર દવેનું બી.કે.યુ.દ્વારા સન્માન કરવામાં આવ્યું

ઉમરેઠ તાલુકાના નાગરિકોના હિતનું રક્ષણ કરવા બદલ
ઉમરેઠ મામલતદાર દવેનું બી.કે.યુ.દ્વારા સન્માન કરવામાં આવ્યું

તાલુકા મથક ઉમરેઠના અટવાઈ પડેલ સુંદલપુરા-ધુળેટા પુલનું પુનઃ બાંધકામ શરુ કરાવવા બદલ તેમજ બંધ કરાયેલ સીએનજી સ્ટેશને ફરીથી કાર્યવંત કરાવવા બદલ આજરોજ ભારતીય કિશાન યુનિયન [અ ] દ્વારા ઉમરેઠ મામલતદાર જે.પી.દવેનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાઢી અભિનંદનપત્ર આપવામાં આવ્યુ હતું

મોટા ભાગે સરકારી નીતિ-રીતિનો વિરોધ કરવા તેમજ અધૂરા,અટકી પડેલા કામો અંગે આવેદનપત્રો આપવા બાબતે વિવિધ રાજકીય જૂથો,વિવિધ સંગઠનો કે યુનિયનો ખાસ કરીને ખ્યાતનામ હોય છે,પરંતુ અટકેલા કામ થઇ ગયા પછી સરકારી પ્રતિનિધિને બિરદાવવાનો કોઈ પ્રસંગ ઉમરેઠમાં પહેલીવાર બન્યો છે, ઉમરેઠ તાલુકાના સુંદલપુરા-ધુળેટાને જોડતો મહીકેનાલ ઉપરનો પુલ પોણા બે વર્ષથી તૂટેલી હાલતમાં હતો, આણંદ જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મના પ્રમુખ કપિલાબેન ચાવડાનો મત વિસ્તાર હોવા છતાં વિસ્તારના નવહજાર જેટલા ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ આવતું નહતું જેના કારણે ખેડૂતો,ગ્રામજનો,વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ મહિલાઓ ખુબજ પરેશાન થઇ ઉઠી હતી

આ સમસ્યાની જાણ થતા ભારતીય કિસાન યુનિયને [અ] સરકારમાં ધારદાર રજુઆત કરી હતી,અને પરિણામ હાંસલ કર્યું હતું, આ અંગે યુનિયનના ગુજરાત પ્રદેશ પ્રમુખ રવિ પટેલે જણાવ્યું જતું કે સુંદલપુરા-ધુળેટા ગામને જોડાતો પુલ જે નજીકના ઉમરેઠ શહેરને પણ જોડે છે, તૂટી પડતા પોણા બે વર્ષ થી બંધ કરી દેવાયો હતો, તેમજ છેલ્લા દસ માસથી અધૂરાબ્રીજનું બાંધકામ બંધ કરી દેવાતા આ તરફના અંદાજે નવહજાર જેટલા ગ્રામજનો અસરગ્રસ્ત બન્યા હતા,આ દિવસો દરમ્યાન વાહન ચાલકો પુલમાં પાડવાના બનાવો બન્યા હતા,તેમજ બસ સહિત વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી ગ્રામજનોનો અન્ય સ્થળોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે સૌથી વધુ પરેશાની વૃદ્ધો અને દર્દીઓ તેમાંય સગર્ભા મહિલાઓને થતી હતી,તેમજ આ તરફના વિદ્યાર્થીઓ શાળાઓમાં મોડા પહોંચે તો તેમની પાસેથી 10 / 20 /50 રૂ. દંડ વસુલ કરવામાં આવતો હતો,તેથી વહીવટી નિર્ણયશક્તિના અભાવે નિર્દોષ વિદ્યાર્થીઓ દૈનિક સજા ભોગવી રહયા હતા,તેવી જ રીતે ઉમરેઠના એક માત્ર સીએનજી સ્ટેશનને નજીવા કારણોસર સીલ કરી દેવાતા રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોર માર્ગે સીએનજી ગેસ કીટ ધરાવતા હજારો રીક્ષા ચાલકો બેકાર બન્યા હતા .તેમજ અનેક કારચાલકો પરેશાન થતા હતા, ઉપરોક્ત બન્ને સમસ્યા અંગે ભારતીય કિસાન યુનિયનના ડેલિગેશને મામલતદારને રજુઆત કરતા વિસ્તારના સેંકડો લોકોના હિતરક્ષણને ધ્યાનમાં રાખી સુંદલપુરા-ધુળેટા પુલનું સમારકામ પૂનઃ શરુ કરાવવા બદલ તેમજ જેતે સમયે તમામ શાળાઓને દંડ નહીં લેવા બદલ તેમજ મહીકેનાલ સંલગ્ન કચેરીઓને આદેશ કરી તત્કાલિક સમસ્યા નિવારણ કરવા બદલ તેમજ સીએનજી સ્ટેશન ફરીથી કાર્યવંત કરાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા બદલ ઉમરેઠ મામલતદાર જે.પી.દવેનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાઢી અભિનંદનપત્ર આપવામાં આવ્યુ હતું

Related posts

હરિયાણામાં કિસાનો પર લાઠીચાર્જ : પોલીસે ટીયર ગેસ છોડ્યા…

Charotar Sandesh

ભાદરવી મેળાને અનુલક્ષી અંબાજી થઇને જતા, આવતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું

Charotar Sandesh

કોરોનાને પગલે જીપીએસસીની મેડિકલ ટીચરની પરીક્ષા રખાઈ મોકૂફ…

Charotar Sandesh