હોલિવૂડની સુપરહિટ ગણાતી જાડી એન્જેલિના જાલી અને બ્રાડ પિટ હવે કાયદેસર રીતે છૂટાં પડી ગયાં હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
બે વર્ષ પહેલાં એન્જેલિના જાલીએ બ્રાડ પિટથી છૂટાં પડવા છૂટાછેડાની અરજી કરી હતી. બે વર્ષ સ્વૈÂચ્છક રીતે અલગ રહ્યાં બાદ હવે તેમની છૂટાછેડાની અરજી કોર્ટે માન્ય રાખી હતી. આમ હવે બંને કાયદેસર રીતે અલગ થયાં હતાં.
છેલ્લા થોડા સમયથી બ્રાડ પિટનું નામ એની સહઅભિનેત્રીઓ સાથે સતત જાડાયા કરતું હતું. એન્જેલિના અને બ્રાડ વિવિધ દેશોમાંથી દત્તક લીધેલાં અડધો ડઝન બાળકોનાં માતાપિતા છે. આ બાળકોમાં મેડોક્સ, શિલોહ, પૈક્સ, વિવિયન, જાહરા અને નાક્સનો સમાવેશ થાય છે. આ છએ બાળકોને હવે એન્જેલિન સંભાળશે.
આ બંનેએ ૨૦૧૪માં સાત વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યાં હતાં પરંતુ માત્ર બે વર્ષમાં આ બંનેના લગ્નજીવનમાં તિરાડ પડવા માંડી હતી. એને માટે બ્રાડનું શરાબ અને ડ્રગનું બંધાણ જવાબદાર હોવાનું સંભળાતું હતું.