Charotar Sandesh
ગુજરાત

એપ્રિલના અંતિમ દિવસોમાં ઉનાળો આકરા પાણીએ, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતમાં હવે રાજકારણમાં આવેલો ગરમાવો તો શાંત પડી ગયો છે અને લોકસભાના મતદાન પછી ગુજરાતના તમામ પક્ષના ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચૂંટણીના બે દિવસ પહેલા ગુજરાતમાં પાંચ દિવસ વધારે ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર 23 એપ્રિલે બપોરના સમયે પ્રચંડ તાપના કારણે ગરમી વધી હતી અને તેની અસર બપોરના સમયે મતદાન પર પણ પડી હતી.

ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે હીટવેરની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેરાવળ પોરબંદર અને દીવમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે તાપમાનમાં વધારો થયો છે. તેના કારણે અમુક શહેરોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.

ગઈકાલ એટલે કે, 23 એપ્રિલના રોજ તાપમાનની વાત કરવામાં આવે તો સુરતમાં 43 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન, ડીસામાં 42 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Related posts

હવે દેશમાં વેપારીઓ ભયથી રહેવા મજબુર બની ગયા છે : અશોક ગેહલોત

Charotar Sandesh

કર્મચારીઓ ‘નિવૃતી’ પછી પણ સરકારના ખોળામા, જ્યારે નવયુવાનો ‘બેકાર’ !

Charotar Sandesh

જાહેર મેળાવડા નહીં યોજવાના રૂપાણીના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો…

Charotar Sandesh