-
ખરા સમયે જ ફાયર બ્રિગેડના સાધનો ન ચાલ્યા, હાઇડ્રોલિક સીડી જ ન ખુલી
-
દસથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે, ૪ને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
અમદાવાદ,
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જેનેશિસના ઈ બ્લોકના પાંચમાં માળે ભીષણ આગ લાગતા અનેક લોકો ફસાયા. ઘટનાની જાણ થતા દસથી વધુ ફાયર ફાઇટર અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ગોદરેજ ગાર્ડન સીટી પાસે આવેલા ગણેસ જેનેશિસ રહેણાંક બિલ્ડિંગ આવેલી છે. જ્યાં એસીનું કમ્પેરશ ફાટતા આગ લાગી હોવાનું મનાય છે. ભીષણ આગના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. ફાયરબ્રિગેડના જવાનોએ અત્યાર સુધી ૧૫થી વધારે લોકોને બહાર કાઢ્યા છે પરંતુ હજુ પણ ઘાણા લોકો અંદર ફસાયા છે. ફાયરબ્રિગેડના જવાનોએ લોકોને બચાવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયરબ્રિગેડની ટીમો લોકોના ઘરોના કાચ તોડી લોકનો બહાર કાઢી રહ્યાં છે.
આગ આગળ પ્રસરે નહીં તે માટે ફાયરબ્રિગેડ પુરતા પ્રયાસ કરી રહીં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે શોર્ટસર્કિટ લાગતા આગ લાગી છે. ધૂમાડાના ગોટા દૂર સુધી જોવા મળી છે. ફાયરબ્રિગેડની ટીમે કોઇ જાનહાની થાય નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે સમગ્ર બ્લોક ખાલી કરાવ્યો છે.
આ બિલ્ડિંગનાં છઠ્ઠા માળે રહેતા એક રહેવાસીએ અમારી સાથે વાત કરતાં જણાવ્યું કે, ’આ આગ પાંચમા માળે લાગી છે અને હું છઠ્ઠા માળે રહું છું. જેવી મને ખબર પડી કે નીચે આગ લાગી છે તો અમે થોડા લોકો ઉપર નવમા માળે જતા રહ્યાં હતાં. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને લીઘે લાગી હોવાની આશંકા છે. ’
અહીંનાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ફાયર વિભાગનાં ગજરાજ વાહન અહીં લાવ્યાં હતા પરંતુ કામ ન હતા કરતા. જો આ કામ કરતું હોત તો આગ બૂઝાવવામાં આટલી વાર લાગી ન હોત. તો બીજી બાજુ ફાયરનાં અધિકારીએ જણાવ્યું હતું કે અમે અહીં આવતા હતા ત્યારે જ તેનું સાયલેન્સર લોક થઇ ગયું હતું. જેથી અત્યારે કામ નથી કરી રહ્યું. કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડની સીડી ન ખુલવા અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ગાડીની આગળ લોકો ઉભા રહી ગયા હોવાથી સેન્સર કામ કરતું બંધ થઈ ગયું હતું. આ કારણે સીડી ખુલી ન હતી.
સુરતની ગોઝારી ઘટના બાદ પણ રાજ્ય સરકારની નિષ્ફળતા ફરી સામે આવી છે. બિલ્ડિંગના રહેવાસી અનુસાર સુરતની ઘટનામાંથી સરકારે કોઇ બોધપાઠ લીધો નથી. બિલ્ડિંગમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો કોઇ કામ કરી રહ્યાં નથી. ટેક્નિકલ ખામીના કારણે ફાયરબ્રિગેડની સીડી ખુલી નહીં. આગના કારણે એક મહિલાનું મૃત્યુ થયુ છે.