સિડલે ૬૭ ટેસ્ટ મેચોમાં ૨૨૧ વિકેટ ઝડપી…
મેલબર્ન : દિગ્ગજ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પીટર સીડલે રવિવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સિડલનું ઈન્ટરનેશલન ક્રિકેટ કેરિયર ૧૧ વર્ષનું રહ્યું છે. ૩૫ વર્ષના સિડલે ૬૭ ટેસ્ટ મેચોમાં ૩૦.૬૬ની સરેરાશથી ૨૨૧ વિકેટ લીધી છે. તેણે પોતાની અંતિમ ટેસ્ટ આ વર્ષ ઈંગ્લેન્ડમાં એશિઝ સીરિઝની ઓવલમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં રમ્યો હતો. સિડલને ન્યુઝીલેન્ડની સામે મેલબર્નમાં રમાયેલ બોક્સિંગ ડે ટેસ્ટ માટે સ્ક્વોડમાં જગ્યા આપવામાં આવી હતી. પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. અને ચર્ચા છે કે આ જ કારણે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
પીટર સિડલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાચી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને તેણે સાથી ખેલાડીઓને પોતાના નિર્ણય અંગે જણાવ્યું હતું. સિડલે આ વર્ષે એશિઝમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી. સિડલે ૬૭ ટેસ્ટ મેચોમાં ૨૨૧ વિકેટ લીધી છે, જેમાં ૮ વખત પાંચ વિકેટ હોલ સામેલ છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં ૧૩મા સ્થાને છે.
સિડલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા તરફથી રમી શકવું, મેદાન પર ઉતરવું, બૈગી ગ્રીન પહેરવું- મેં પંટર (રિકી પોન્ટિંગ), સ્ટીવ વો જેવા ખેલાડીઓને તેને પહેરતા અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતા જોયા છે. હું જ્યારે પણમેદાનમાં ઉતર્યો તે શાનદાર અનુભવ હતો. મને નથી લાગતું કે હું કોઈ વિશેષ ક્ષણને પસંદ કરી શકું છું. અંતે રમી શકવું શ્રેષ્ઠ રહ્યું, જેટલું રમી શક્યો તેટલું રમવું સાચેમાં વિશેષ છે.