Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ બોલ્યો સરફરાઝ : આક્રમકતાથી ભારતનો સામનો કરીશું…

  • મિસ્બાહે કહ્યું… ટીમે શિસ્ત બતાવી નહીં

કરાંચી,
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ખરાબ ફિલ્ડિંગ બાદ પોતાના સાથીઓને ભારત વિરૂદ્ધ રમાનાર મેચ માટે ફિલ્ડિંગમાં સુધારો કરવાની સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર બાદ પાકિસ્તાનનું સંપૂર્ણ ધ્યાન ભારત સામે યોજાનારી મેચ પર છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝે મેચ પહેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સામે અમારી સૌથી મોટી મેચ છે. અમે આ મેચ જીતવા માટે મેદાન પર જીવ રેડી દઈશું.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપની ૧૭મી મેચમાં બુધવારે પાકિસ્તાનને ૪૧ રને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનના લીધે પૂર્વ ખેલાડીઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે કહ્યું હતું કે ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં શિસ્ત બતાવી નહીં. ખેલાડીઓએ અમુક ફેઝમાં સારી રમત દાખવી પરંતુ તે મેચ જીતવા માટે પૂરતું ન હતું. અમે ઘણા કેચ પણ છોડ્યા હતા. જયારે રમીઝ રાજાએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની હારનું કારણ દરેક ક્ષેત્રે ટીમનું ખરાબ પ્રદર્શન હતું.

ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મળેલી કારમી હાર બાદ સરફરાઝે બૉલર્સ અને બેટ્‌સમેન પર હારનું ઠીકરૂ ફોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એક સમયે ૧૪૦-૩ વિકેટ જ ગુમારી હતી જોકે, અમે ૧૫ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી.

Related posts

અંડર-૧૯ વર્લ્ડકપ : ભારતે જાપાનને ૧૦ વિકેટે હરાવ્યું, રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ બન્યો…

Charotar Sandesh

BCCIની ૮૯મી AGM ૨૪મી ડિસેમ્બરે અમદાવાદના મોટેરાના સ્ટેડિયમમાં યોજાશે

Charotar Sandesh

Tokyo Olympic માં નિષ્ફળ રહેનાર ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકર દિલ્હી પરત ફરી

Charotar Sandesh