Charotar Sandesh
ગુજરાત

કચ્છમાં સમીક્ષા કરવા ગયેલા મંત્રી કુંવરજી બાવળીયા AC કારમાંથી નીચે જ ના ઉતર્યા

કચ્છમાં પાણીની સમસ્યાને લઇને લોકોના ભારે વિરોધબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા બે દિવસ કચ્છમાં પાણીના અછતનાવાળા વિસ્તારોની મુલાકાતે છે. મંત્રી કુંવરજી બાવળિયાએ સુવોઈ સિંચાઈ યોજનાની મુલાકાત પણ લીધી અને ડેમમાં પાણી અંગેની જાણકારી મેળવીને ડેમને નર્મદાના પાણીથી ભરવાની લોકોને ખાતરી પણ આપી હતી. આ માટે મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને ડેમમાં પાણી ભરવાની સાથોસાથ કેનાલ ભરવા માટે પણ તાકીદ કરી હતી.

મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે રાપર વિસ્તારના કેટલાક ગામડાઓ અને જળાશયોની સમીક્ષા કરી રહ્યા હતા, ત્યારે કેટલીક જગ્યાઓ પર ગરમીના વાતાવરણમાં મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાની AC કારમાંથી બહાર નીકળવાની તસદી પણ લીધી ન હતી અને પોતાની કારની બારીનો કાચ અડધો ખોલીને લોકોની રજૂઆત સાંભળી હતી.

કુંવરજી બાવળિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે ઝડપથી અચારસંહિતા પૂરી થાય એટલે આસપાસના 40 ગામડાઓમાં પીવાના પાણીની યોજના બની રહેશે અને ટેન્ડર અપલોડ થાય, શોર્ટ નોટિસથી કાર્યવાહી થાય અને 40 ગામોને હવે પછી પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ઝડપથી ફિલ્ટર પ્લાન્ટ સાથે તૈયાર થાય તે માટે હું અધિકારીઓને સુચના આપી દઈશ.

Related posts

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા : સર્કીટ હાઉસમાં ઈશુદાન ગઢવી વચ્ચે લંબાણ મંત્રણા…

Charotar Sandesh

માર્ચ મહિનામાં આકરી ગરમી પડશે : હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

સરકારનો દાવો : દેશભરમાં સૌ પ્રથમ ગુજરાતે બનાવી પ્લાઝમા બેન્ક…

Charotar Sandesh