મુંબઈ : થોડા સમય પહેલા આવી જ એક ઘટના બની હતી અભિનેત્રી જૈકલીન ફર્નાડીઝ કામ કરતી હતી ત્યારે અચાનક તેને ઇજા પહોંચી હતી. હાલ તેની ફિલ્મ ‘કર્મા’નું શૂટિંગ ચાલી રહ્યું છે. નેટફિક્સના આ પ્રોજેક્ટમાં અભિનેત્રી બેહોશ થઈ ગઈ અને તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યુ આ સમયે તેની સાથે કામ કરી રહેલ સુશાંત સિંહ રાજપુત પણ ત્યાં હાજર હતો.
આમ છતાં જૈકલીન થોડા સમયમાં સ્વસ્થ થઈ ફરી કામે લાગી જેકલીનની આ હિમ્મતની તમામ લોકોએ પ્રશંસા કરી હતી. જૈકલીન હાલ એક કરતા વધારે પ્રોજેક્ટમાં કામ કરી રહી હોવાથી ખુબજ વ્યસ્ત રહે છે. પગ લોહી લુહાણ થયો હોવા છતાં તેણે રિહર્સલ પણ કર્યુ અને શૂટિંગમાં ભાગ પણ લીધો.
આખુ યૂનિટ તેની આ દિલેરી જોઈને ખુશ થઈ ગયા તાળીઓ વગાડીને જૈકલીનને પ્રોત્સાહિત કરવામાં આવી. સમગ્ર યૂનિટે તો જૈકલિનને સ્ટૈન્ડિંગ ઓવેશન આપ્યુ. નિર્દેશક તરૂણ મનસુખાણીએ જૈકલીનની ભરપેટ પ્રશંસા કરી હતી. ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મત ડ્રાઈવ ૧ નવેમ્બરે નેટફ્લિક્સ પર લાઈવ થશે. અભિનેત્રીની હાલ તો ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.