Charotar Sandesh
બોલિવૂડ

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘લુકા છુપ્પી’ની સિક્વલ બનશે…

ડિવોર્સ સહ પરિવાર’ની થીમ પર ફિલ્મ આધારિત હશે…

મુંબઇ,
કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘લુકા છુપ્પી’ની સિક્વલ બનશે. ફિલ્મના મેકર્સે આ ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો છે જે ડિવોર્સના સબ્જેક્ટ પર હશે. અગાઉ કૃતિએ ફિલ્મની સિક્વલ વિશે હિન્ટ આપી હતી પણ હવે ખુદ પ્રોડ્યૂસર દિનેશ વિજને પણ ફિલ્મની સિક્વલ માટે લીલી ઝંડી આપી દીધી છે.
સિક્વલ ફિલ્મની થીમ ‘ડિવોર્સ સહ પરિવાર’ પર આધારિત હશે. દિનેશ વિજને જણાવ્યું કે, ફિલ્મમાં ડિવોર્સ્ડ કપલના લિફ્ટમાં બધું અસ્તવ્યસ્ત ચાલી રહ્યું હોય છે જ્યારે પરિવારને ડિવોર્સ વિશે કોઈ જાણકારી જ હોતી નથી. આ પહેલા ફિલ્મની જેમ જ હશે, જેમાં ફેમિલીની ખબર નથી હોતી કે કાર્તિક અને કૃતિના કેરેક્ટર લિવ ઈન રિલેશનશિપમાં હતા. એટલે સિક્વલ ફિલ્મ ડિવોર્સની ફેમિલીમાં જે કોમ્પ્લેક્સિટી હોય છે તેની આસપાસ ફરશે.
દિનેશ વિજને એવું પણ જણાવ્યુકે, ફિલ્મને લખવામાં તેઓ એક વર્ષનો સમય લેશે અને પછી આગળ કામ કરશે. તેમણે એવું પણ ઉમેર્યું કે, લિવ ઈન રિલેશનશિપના ટોપિક પર ઘણી ફિલ્મો બને છે પણ અમે આમ ફેમિલી એન્ગલ ઉમેરીને તેને ઓડિયન્સ માટે વધુ રિલેટેબલ બનાવી. પહેલી ફિલ્મ લોકોને ઘણી ગમી હતી માટે બીજી ફિલ્મ પણ લોકોને ગમે એ જ રીતે ટિ્‌વસ્ટ સાથે બનાવવામાં આવશે.

Related posts

એક્ટ્રેસ શામના કાસિમને ધમકી આપનાર અરોપીયોની પોલીસે કરી ધરપકડ…

Charotar Sandesh

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે માટે કોહલીએ પાઠવી શુભેચ્છા…

Charotar Sandesh

સુશાંત કેસઃ એનસીબીની પૂછપરછમાં રિયાએ મોટા બોલિવુડ સેલેબ્સના નામ લીધા…

Charotar Sandesh