Charotar Sandesh
ઈન્ડિયા

કાલે ઉધ્ધવની ભવ્ય શપથવિધિ : ૭૦,૦૦૦ ખુરશીઓ ગોઠવાઇ : મમતા-કેજરીવાલને આમંત્રણ…

ઉધ્ધવ ઠાકરે સાથે બે ઉપ મુખ્યમંત્રી તથા ૧૫ પ્રધાનો શપથ લઇ શકે છે : પવારના નિવાસે બેઠકોના દોરઃ રાહુલ ગાંધી હાજર રહેશે કે નહિ જબરૂ સર્સ્પેસ : રાજ ઠાકરેને પણ આમંત્રણ…

મુંબઇ : મહારાષ્ટ્રની સરકારને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. શિવસેના-કોંગ્રેસ અને NCP ગઠબંધનની સરકાર બની છે અને મુખ્યમંત્રી તરીકે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે આવતીકાલે શપથ લેશે. મુંબઇમાં ઉદ્ઘવ ઠાકરેની શપથવિધીને લઇને જોરદાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. શપથવિધિને લઇને દિગ્ગજ અલગ-અલગ પક્ષના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લેશે એવા શિવસેના તરફથી પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ શપથગ્રહણ સમારોહને ઐતિહાસિક બનાવામાં આવે એવુ જ કારણ એ છે કે અનેક દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. એવામાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા પણ સામેલ છેે શિવાજી પાર્કમાં અંદાજે ૭૦ હજારની વધુ ખુરશીઓ લગાવામાં આવી રહી છે. બીજીબાજુએ મોટા મંચ પર મહેમાનો માટો સૌથી વધુ ખુરશીઓ લગાવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમ બનાવશે આ રેસમાં કોંગ્રેસના કાંટામાંથ બાલાસાહેબ થોરાટ અને અનેસીપીના કોટામાંથી જયંત પાટિલ નામ આગળ ચાલી રહ્યું છે. બીજી બાજુ એનસીપી નેતા અજીત પવારનસ આ સરકારમાં શું ભુમિકા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી બાજુ શરદ પવારે કહ્યું કે મંત્રી પદ પર તે પક્ષના નીર્ણયનું સન્માન કરશે.

Related posts

દેશભરમાં દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

Charotar Sandesh

પાકિસ્તાનને રાજનાથની ચેતવણી : જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરાશે

Charotar Sandesh

માનવતા પર સૌથી મોટો ખતરો છે કોરોના, વેક્સિન સૌથી પ્રમુખ હથિયાર : પીએમ મોદી

Charotar Sandesh