ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લગાવનાર એશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરૂ ભાજપમાં વિધિવત રીતે જોડાઇ ચૂક્યા..
ગાંધીનગર,
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત જુદા જુદા કલાકારોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. દેશના ખ્યાતનામ કલાકારો ધીમે ધીમે ભગવો ધારણ કરી રહ્યા છે. મંગળવારે ગુજરાતી કલાકાર કિંજલ દવે બીજેપી જોઇન્ટ કર્યા બાદ બુધવારે અન્ય ૩ ગુજરાતી કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે.
બુધવારે ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લગાવનાર એશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરૂ ભાજપમાં વિધિવત રીતે જોડાઇ ચૂક્યા છે. આ વિશે ત્રણેય ગુજરાતી કલાકારોએ જણાવ્યું હતું કે, અમે પીએમ મોદીના કામથી પ્રેરિત થઈ ભાજપામાં જોડાયા છીએ.
એશ્વર્યા મજમુદારે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે જે પક્ષ રાજ્યનું સારૂ કરતો હોય, દેશનું સારૂ કરતો હોય અને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડતો હોય તેની સાથે એક નાનકડા ભાગ તરીકે જોડાવું ગૌરવની વાત છે. ફક્ત હું જ નહીં મારી આખી પેઢી વડાપ્રધાન મોદીથી પ્રેરાય છે અને તેમનાતી પ્રેરાઈને જ હું ભાજપમાં જોડાઈ છું. હું દેશનું સારૂ થાય તેવું ઇચ્છું છું અને મારી સમજ પ્રમાણે ભાજપથી વધારે કોઈ દેશનું સારૂ કરી શકે તેવું મને લાગતું નથી.
અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે આમ તો હું વર્ષ ૨૦૧૨થી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. જ્યારે પીએમ મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે જોડાવા માટે કહ્યું હતું. ૭ વર્ષો દરમિયાન ભાજપના અનેક કાર્યક્રમોમાં પ્રસારના માધ્યમોમાં જોડાયો છું. પીએમ મોદીની વિચારાધારાથી પ્રભાવીત છું તેથી જ ભાજપમાં જોડાયો છું.