વોશિગ્ટન,
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તરફથી એક સકારાત્મક પત્ર મળ્યો છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે- કિમની સાથે તેમનો સંબંધ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. આ દરમિયાન કિમ શાસને શનિવારે બે મિસાઈલ પરિક્ષણ કર્યા હતા. દક્ષિણ કોરિયાઈ ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે, મિસાઈલ જાપાનના દરિયામાં પડી છે.
આ પહેલાં છેલ્લા બે સપ્તાહમાં ઉત્તર કોરિયાએ પહેલાં જ ચાર મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. તે વિશે કિમે મંગળવારે કહ્યું હતું કે, અમારુ પરિક્ષણ એક રીતે અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ચેતવણી છે. તેમણે બંને દેશોના સંયુક્ત યુદ્ધાભ્યાસને ઉત્તર કોરિયા સાથે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ટ્રમ્પે શનિવારે કિમના પત્ર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મને લાગે છે કે અમારી એક મુલાકાત શક્ય છે. તેમણે મને ત્રણ પેજનો શાનદાર પત્ર લખ્યો છે. તે સકારાત્મક છે અને કદાચ આ પત્રના પરિણામ તમને ખબર પડશે.
ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ ટેસ્ટિંગના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, કિમ આ પરિક્ષણથી ખુશ નથી. તેમણે મને પત્રમાં આ વાત જણાવી છે. કિમે પત્રમાં એવું પણ લખ્યું છે કે, તેમના આ પરિક્ષણ ખૂબ નાના છે.
ટ્રમ્પ અને કિમ સિંગાપુર (૧૨ જૂન ૨૦૧૮), વિયતનામ (૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯) અને કોરિયાઈ સીમાના અસૈન્ય વિસ્તાર (જૂન ૨૦૧૯)માં મુલાકાત થઈ ચૂકી છે. અત્યાર સુધી ઉત્તર કોરિયા ૬ પરમાણુ પરિક્ષણ કરી ચૂક્યા છે. પહેલી મુલાકાતમાં કિમ અને ટ્રમ્પ વચ્ચે આ વાત વિશે સહમતી થઈ હતી કે ઉત્તર કોરિયા તેમનો પરમાણુ કાર્યક્રમ બંધ રાખે.
- Naren Patel