Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

કેન્દ્ર સરકાર આરટીઆઈ એક્ટને નષ્ટ કરવા ઈચ્છે છે : સોનિયા ગાંધી

યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પત્ર લખ્યો….

ન્યુ દિલ્હી,
યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આરટીઆઈ એક્ટમાં સુધારા માટે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. સોનિયા ગાંધીએ એક પત્ર લખીને કહ્યુ કે મોદી સરકાર આરટીઆઈ એક્ટને નષ્ટ કરવા ઈચ્છે છે તેમણે કહ્યુ કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે કેન્દ્ર સરકાર ઐતિહાસિક આરટીઆઈ એક્ટ ૨૦૦૫ને કોઈ પણ રીતે નષ્ટ કરવા ઈચ્છે છે. આ કાયદાને ઘણી ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને સર્વસંમતિથી સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ ખતમ થયાની કગાર પર છે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે એ સ્પષ્ટ છે કે વર્તમાન કેન્દ્ર સરકાર આરટીઆઈ એક્ટને માથાનો દુઃખાવો માને છે અને તે સીઆઈસીની સ્વતંત્રતાને ખતમ કરવા ઈચ્છે છે. શક્્ય છે કે કેન્દ્ર સરકાર બહુમતના દમ પર આ કાયદાને ખતમ કરી દે, આમ કરવાથી દેશના દરેક નાગરિકની તાકાત ઘટી જશે. વળી, કેન્દ્ર સરકારે વિપક્ષના દાવાને ફગાવી દીધા છે અને તેમનુ કહેવુ છે કકે સરકાર પારદર્શિતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે સંસ્થાઓની સ્વતંત્રતાના પક્ષમાં છે.
તમને જણાવી દઈએ કે સોમવારે લોકસભામાં સૂચનાના અધિકાર એક્ટમાં સુધારાનું બિલ પાસ કરવામાં આવ્યુ. આ બિલનો વિપક્ષો ઘોર વિરોધ કર્યો હતો. વિપક્ષે બિલના નિયમ અને શરતો માટે વાંધો વ્યક્ત કર્યો હતો.

Related posts

નાગરિકતા કાયદા મામલે રાહુલ-અમિત શાહ આમને-સામને…

Charotar Sandesh

ભારતીય અર્થતંત્રમાં ધીમી ગતિ, મૂડીઝે રેટિંગ ‘નેગેટિવ’ કર્યું…

Charotar Sandesh

Vaccine : કોવિશીલ્ડ અને કોવેક્સીનની મિક્સ ડોઝની સ્ટડીને DCGIએ મંજૂરી આપી

Charotar Sandesh