અમેરિકાના કેલિફોર્નિયામાં એક અજાણ્યા હુમલાખોરે રવિવારે સાંજે ફૂટબોલ મેચ જોવા માટે એકઠા થયેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો : છ લોકો ગંભીર રીતે ઘાયલ…
USA : અમેરિકાના કેલિફોર્નિયામાં એક અજાણ્યા હુમલાખોરે રવિવારે સાંજે ફૂટબોલ મેચ જોવા માટે એકઠા થયેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં ૧૦ લોકોને ગોળી વાગી છે જેમાંથી ચારના મોત નિપજ્યા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબાર કર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સર્ચ ઓપરેશન હાથ ધરાવતા સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દઈને શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે આસપાસના ઘરોમાં પૂછપરછ શરૂ કરી છે તેમજ સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબારીમાં ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગોળીબારની આ ઘટના સ્થાનીક સમય અનુસાર સાંજે છ વાગ્યાની છે. અહીં ફૂટબોલ મેચ જોવા માટે ૩૫થી વધારે લોકો એકઠા થયા હતા. માર્યા ગયેલા તમામ યુવકો મૂળ એશિયાના હતા અને તેમની ઉંમર ૨૫થી ૩૫ વર્ષ વચ્ચેના હતા.
- Nilesh Patel