Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસના ધારાસભ્યો ગઠબંધનની સરકારથી નાખુશઃ યેદિયૂરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સિનિયર નેતા બીએસ યેદિયૂરપ્પાના નિવેદનથી કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. યેદિયૂરપ્પાએ કÌšં કે કોંગ્રેસના ધારાસભ્યો ગઠબંધનની સરકારથી નાખુશ છે માટે ૨૦થી વધારે ધારાસભ્યો ગમે તે ક્ષણે મોટો નિર્ણય લઇ શકે છે.
જાન્યુઆરીમાં પણ ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે આમને-સામને આવી ગયા હતા અને પોતાના ધારાસભ્યોને બચાવવા ભાજપે પોતાના ધારાસભ્યોને દિલ્હી નજીક ગુરુગ્રામ રીસોર્ટમાં છુપાવ્યા હતા અને કોંગ્રેસે તેના ધારાસભ્યોને મુંબઈની એક હોટેલમાં સુરક્ષીત રાખ્યા હતા.
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અગાઉ પણ યેદિયૂરપ્પા પર સરકાર પાડી દેવાના આરોપ લગાવી ચુક્્યાં છે. ઉપરાંત ભાજપ પર પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૨૪ સભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પાસે ૧૧૬ બેઠક છે જ્યારે બીજેપી પાસે ૧૦૪ બેઠક છે. આ ઉપરાંત અપક્ષના બે અને બીએસપીના એક ધારાસભ્યએ પણ ગઠબંધન સરકારને ટેકો આપ્યો હતો. જેના કારણે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ ગઇ હતી.

Related posts

ઉત્તપ્રદેશમાં ગુંડારાજ : લખીમપુરમાં ૧૩ વર્ષીના સગીરા પર ગેંગરેપ બાદ હત્યા…

Charotar Sandesh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧ લાખની નજીક કેસ, ૧૧૭૨ના મોત…

Charotar Sandesh

શ્રીનગર : ઇદની નમાજ બાદ પથ્‍થરમારો : ISISના ઝંડા લહેરાયા…

Charotar Sandesh