Charotar Sandesh
ઈન્ડિયા

કોટાની સાથે જોધપુરમાં એક મહિનામાં ૧૪૬ અને બીકાનેરમાં ૧૬૨ બાળકોના મોત…

કોટામાં બાળકોના મોતનો આંકડો ૧૧૦ને પાર…

બીકાનેર : કોટાની જે.કે.લોન હોસ્પિટલમાં નવજાત બાળકોનાં મૃત્યુ મુદ્દે સમગ્ર રાજ્યમાં હંગામો શરૂ થયો છે. રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને લઇને વિપક્ષ સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઇ છે અને રાજ્યના તમામ હોસ્પિટલથી આંકડા મંગાવી રહી છે. આંકડા પરથી ખ્યાલ આવે કે, બીકાનેરની બાળકોની હોસ્પિટલમાં પણ બાળકો સુરક્ષિત નથી. ત્યાં બાળ મૃત્યુદરના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
ગત એક વર્ષની વાત કરવામાં આવે તો, બીકાનેરમાં કુલ ૬૫૮ નવજાત બાળકોના મોત થયા છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૧૬૨ નવજાત બાળકોના મોત થયા છે. મુખ્યમંત્રી અશોક ગહેલોટના હોમટાઉન જોધપુરની ડો.સંપૂર્ણાનંદ મેડિકલ કોલેજમાં એક મહિનામાં ૧૦૨ નવજાત બાળકો સહિત ૧૪૬ બાળકોના મોત થયા છે. જો કે, કોટાની સમગ્ર માહિતી બહાર આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસન મીડિયા સમક્ષ વાત કરવાનું ટાળે છે, પરંતુ આંકડા સમગ્ર માહિતી આપે છે કે, વર્ષ ૨૦૧૯માં હોસ્પિટલમાં ૧૭ હજાર ૨૩૪ બાળકોનો જન્મ થયો હતો, જેમાં ૫ હજાર ૧૯ બાળકોને આઇસીયુમાં ભર્તી કરાવા પડ્યા હતા. જેમાં ૬૫૮ બાળકોનું મોત થયું છે. જો કે, આ ઉપરાંત ૨૦૧૯માં હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા વિના જન્મેલા બાળકોની સંખ્યા ૨૫ હજાર ૮૭૬ની સરખામણીએ ૧ હજાર ૬૮૪ બાળકોનું મોત થયું છે. કોટાના જે કે લોન હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે ત્રણ બાળકોના મોત થતાંની સાથે જ ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ૧૧૦ બાળકોના મૃત્યુ નિપજ્યા છે.
વર્ષ ૨૦૧૭માં હોસ્પિટલમાં ભર્તી અને જન્મ લેનારા કુલ ૨૯ હજાર ૧૦૦ બાળકોમાંથી ૧ હજાર ૬૪૮ બાળકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૮માં ૩૨ હજાર ૭૭૨ ભર્તી થયેલા બાળકોમાં ૧ હજાર ૬૭૮ બાળકોના મોત થયા હતા. બીકાનેરમાં ગત ૩ વર્ષમાં સરેરાસ જોવામાં આવે તો દર મહિને અંદાજીત ૧૪૦ નવજાત બાળકોના મોતનાં આંકડા સામે આવી રહ્યા છે.

Related posts

વંદે ભારત મિશન : એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે ૩૬ ફ્લાઇટ…

Charotar Sandesh

જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય, નક્સલવાદને મૂળમાંથી ખત્મ કરીશું : અમિત શાહ

Charotar Sandesh

નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સમય બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો…

Charotar Sandesh