ન્યુ દિલ્હી : સૌરવ ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા તે પછી ક્રિકેટર વીરેન્દ્ર સહવાગે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહવાગે કહ્યું છે કે ૧૩ વર્ષ પહેલા તેમણે ગાંગુલીના બીસીસીઆઇ અધ્યક્ષ બનવાની ભવિષ્યવાણી કરી હતી અને સાથે જ સહવાગે કહ્યું કે એક દિવસ દાદા સીએમ પણ બની શકે છે. ત્યારે સહેવાગે કહ્યું કે ગાંગુલી અધ્યક્ષ બન્યો તે ભવિષ્યવાણી તો સાચી થઇ ગઇ હવે તે સીએમ બને તે ભવિષ્યવાણી સાચી થવાની બાકી છે.
વીરેન્દ્ર સહવાગે આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યારે મેં પહેલીવાર સાંભળ્યું કે ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ બનશે તો મને વર્ષ ૨૦૦૭ની તે વાત યાદ આવી ગઇ. જ્યારે અમે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર હતા. અને કેપટાઉન ટેસ્ટ વખતે હું અને વસીમ જાફર આઉટ થઇ ગયા હતા. સચિન ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. પણ તે ના ગયો અને ત્યારે જ ગાંગુલીને ચોથા નંબર પર બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું. આ ગાંગુલીની કમબેક સીરિઝ હતી અને તેમની પર દબાવ હતો. પણ દબાવમાં પણ તેમણે જે રીતે બેટિંગ કરી તે ખાલી ગાંગુલી જ કરી શકે છે.