Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં બેરોજગારી : ક્લાર્કની ૩૫૦૦ જગ્યા માટે ૧૦.૫૦ લાખ ફોર્મ ભરાયા…

એક તરફ સરકાર એમ કહી રહી છે કે, ગુજરાતમાં બેરોજગારી ખૂબ ઓછી પણ જ્યારે જ્યારે સરકારી નોકરીઓમાં ભરતી આવે ત્યારે ત્યારે ખબર પડે છે કે, ગુજરાતમાં કેટલા યુવાનો નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સરકારી ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પડતા જ ગુજરાતના લાખો શિક્ષિત યુવાનો નોકરી મેળવવા માટે ઓનલાઈન અરજીઓ આપીને પરીક્ષાઓ આપે છે. ૧,૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની સરકારની જાહેરાત સામે ૨ લાખથી ૪ લાખ જેટલા ઉમેદવારોની અરજી આવે છે. આ આંકડાઓ પરથી કહી શકાય કે, ગુજરાતમાં કેટલા શિક્ષિત યુવાનોને નોકરીની જરૂર છે.
એક રીપોર્ટ અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક ક્લાસ-૩ની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, પહેલા ૩,૦૦૦ બિન સચિવાલય ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વિભાગ દ્વારા આ સંખ્યામાં વધારાની માંગણીઓ આવતા ૫૦૦ ક્લાર્કની સંખ્યા વધારવામાં આવી હતી. આ જાહેરાત પછી ૩,૫૦૦ જેટલી બિન સચિવાલય ક્લાર્કની ૩,૫૦૦ જગ્યાઓ માટે ઓનલાઈન વેબસાઈડ ઓજસના માધ્યમથી ગૌણ સેવા પસંદગી મંડળને કુલ ૧૨ લાખથી વધારે અરજીઓ મળી હતી.
આ અરજીની ચકાસણી કરતા તેમાંથી ડુપ્લીકેટ અને અધુરી માહિતીવાળી ૧.૫ લાખ કરતા વધારે અરજીઓ રદ કરી હતી અને ૧૦.૫૦ લાખ જેટલા ઉમેદવારોની અરજીને માન્ય રાખી હતી. આટલી અરજી પરથી કહી શકાય કે, એક ક્લાર્કની જગ્યા માટે ૩૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ તમામ ઉમેદવારોની પરીક્ષા ૨૦મી ઓક્ટોબરના રોજ લેવામાં આવશે અને આ માટે ઉમેદવારોને કોલ લેટર મોકલવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related posts

રાજ્યમાં આ જિલ્લા પોલિસે દારૂના નશામાં ૩૧ ડિસેમ્બરની રાત્રે ધતિંગો કરતાં ૧૪૨૨ લોકોને ઝડપ્યા

Charotar Sandesh

ડીજીપી શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેન્શન નહીં, ત્રણ નામો રેસમાં…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી આવતીકાલે બે દિવસના ગુજરાતના મહેમાન બનશે : સી પ્લેનનું ઉદ્ધાટન કરશે…

Charotar Sandesh