Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં વરસાદી માહોલ : ક્યાક ઝાંપડા તો ક્યાક ધોધમાર, ખેડૂતોમાં ખુશી…

અમદાવાદ, સુરત, બનાસકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો…

અમદાવાદમાં હળવો વરસાદ

અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. બોડકદેવ, SG હાઇવે, પકવાન સર્કલ પાસે વરસાદ પડ્યો. વસ્ત્રાપુર, માનસી, શિવરંજની ઇસ્કોન, થલતેજ અને વેજલપુરની આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરત પાંડેસરા વિસ્તારમાં વરસાદ

તો સુરત પાંડેસરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી વતાવરણમાં ઠંડક થઇ હતી. આ વરસાદ થતા સુરતીવાસીઓમાં હાશકારો થયો છે.

બનાસકાંઠામાં થરાદ પંથકમાં ધીમી ધારે વરસાદ 

તો આ તરફ બનાસકાંઠામાં થરાદ પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી અહીં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

છોટાઉદેપુરમાં વરસાદી માહોલ 

આ તરફ છોટાઉદેપુરમાં વરસાદી માહોલ સર્જાયો છે. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો થતા ભારે બફારાથી લોકોને રાહત મળી હતી. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

Related posts

ગુજરાત વિધાનસભાની ૫ દિવસમાં સત્ર સમાપ્તિ : અનિશ્ચિતકાળ સુધી કાર્યવાહી સ્થગિત

Charotar Sandesh

પીએચડી કરનારાઓને સરકાર મહિને રૂ. ૧૫ હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે

Charotar Sandesh

કોરોનાના કેર વચ્ચે રાજ્યનાં ૮ શહેરોમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન…

Charotar Sandesh