ખેડા-આણંદ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા અખબાર ‘અકેલા સચ’ ના તંત્રી મહેન્દ્ર શુક્લનું નિધન !
ગુજરાતી મીડિયા જગત ના ભીષ્મ પિતામહ પત્રકાર મહેન્દ્ર શુક્લ ના નિધન ના સમાચાર મળતા ઘેરા શોક ની લાગણી પ્રસરી છે ! બાહોશ, નિડર, બેબાક અને પોતાની તેજાબી કલમ માટે જાણીતા ‘અકેલા સચ’ ના મહેન્દ્ર શુક્લે જીવન માં અનેક ઉતાર-ચડાવ જોયા હતા !
‘સત્ય વિચલિત થાય પણ પરાજિત નહિ’ તેમ સચ ની લડાઈ માં અકેલા આ બાહોશ કલમકાર પર જાનલેવા હુમલા પણ થયા છતાં તેઓ વિચલિત થયા વગર પ્રજા ની આવાજ બનતા રહ્યા ! પત્રકાર મહેન્દ્ર શુક્લ મૂળ ઉમરેઠ ના હતા અને વર્ષો થી નડિયાદ માં સ્થાઈ થયા હતા ! જો કે, છેલ્લા ૪-૫ વર્ષો થી તેઓ આણંદ સ્થાઈ થયા હતા !
છેલ્લા કેટલાય સમય થી શુક્લ બીમાર હતા અને તેમને પોતાની નિડરતારૂપી સ્વભાવ મુજબ મોત ને અનેક વખતે હાથ તાળી આપી હતી !
જો કે, જન્મ અને મૃત્યુ ના સચ ને સાથ આપી તેમને દુનિયા ને અલવિદા કરી છે ! મીડિયાએ કોહિનૂર ગુમાવ્યો છે !અને પત્રકારત્વ ના એક યુગ નો અંત થયો છે !
ખુબજ દુઃખદ….આ મહાન વિભૂતિ મહેન્દ્ર જેઠાલાલ શુક્લ ને શ્રદ્ધાંજલિ સહ શત શત નમન…
- સ્મશાન યાત્રા :
– મંગળવાર ૧૭.૦૯.૨૦૧૯, સવારે ૯ કલાકે
– ૭, સૌરભ સુમન રેસીડેન્સી, મોટી ખોડિયાર મંદિર પાસે, લાંભવેલ રોડ, આણંદ
– Mo. ૯૪૦૮૦૩૩૪૩૫, ૯૪૨૮૪૮૭૦૩૮