ઇન્દોર : ભારતની ટીમના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેના કહેવા પ્રમાણે ગુલાબી રંગનો બોલ બિલકુલ જુદા બોલની રમત હશે અને તેણે કહ્યું હતું કે લાલ બોલની સરખામણીમાં તેના પર મોડેથી થતી ક્રિયામાં બેટ્સમેનોને થોડા મોડેથી અને શરીરથી નજીકમાં રમવાની ફરજ પડશે.
રહાણે ઉપરાંત, ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેનો ચેતેશ્ર્વર પુજારા, મયંક અગરવાલ તથા મોહંમદ શમી અને રવીન્દ્ર જાડેજાએ આગામી દિવસ-રાતની ટેસ્ટ મેચની તૈયારીમાં નેશનલ ક્રિકેટ એકૅડેમી (એન. સીય એ.)ના ડિરેક્ટર રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ બૅંગલૂરુમાં ફ્લડલાઈટ હેઠળ થોડી પ્રેક્ટિસ કરી હતી.
દિવસ-રાતની ટેસ્ટ મેચનું ભારતમાં પ્રથમ વાર કોલકાતામાં ઈડન ગાર્ડન્સ ખાતે પ્રવાસી બંગલાદેશની ટીમ સામે ૨૨મી નવેમ્બરથી આયોજન થનાર છે. ભારતીય ખેલાડીઓએ ગુલાબી રંગના બોલ વડે એક વેળા દિવસના સમયે અને બીજી વાર ફ્લડલાઈટ હેઠળ બે વાર પ્રેક્ટિસ કરી હતી અને આવી સ્થિતિમાં પહેલી વેળા રમેલ રહાણેએ કહ્યું હતું કે તેનો અનુભવ બહુ ઉત્સાહભર્યો રહ્યો હતો